Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પવનની ગતિ ૩પ થી ૪૦ કિ.મી. મપાઈઃ
જામનગર તા. ૬: જામનગરમાં ફૂંકાયેલા તેજીલા વાયરાઓ વચ્ચે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન મહત્તમ તાપમાનનો પારો વધુ ર.૩ ડીગ્રી નીચે સરકીને ૩૩.ર ડીગ્રીએ પહોંચી ગયો હતો. ગરમીમાં ઘટાડો થતા જનતાએ રાહત અનુભવી હતી.
જામનગરમાં છેલ્લા બે સપ્તાહથી તેજીલા વાયરાઓ ફૂંકાવાનો દોર ચાલી રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પણ યથાવત્ રહ્યો હતો. પવનનીગતિ પ્રતિકલાકની સરેરાશ ૩પ થી ૪૦ કિ.મી.ની રહેવા પામી હતી.
તેજીલા પવન તથા વાદળછાયા વાતાવરણના પગલે છેલ્લા ચોવીસ કલાકમાં ર.૩ ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૩.ર ડીગ્રી અને બે ડીગ્રી ઘટીને લઘુતમ તાપમાન રપ.પ ડીગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા ઘટાડા તથા ગતિમાન પવન અને વાદળછાયા વાતાવરણના સમન્વયને પગલે ગરમીમાં ઘટાડો થતા જનતાએ રાહત અનુભવી હતી. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૬ ટકા રહ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial