Advertisement
Author: નોબત સમાચાર

જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોળી સમાજનું સમર્થન

ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમને

જામનગર તા. ૬: ૧૨-જામનગર લોકસભાની બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પૂનમબેન માડમ ને ચોમેરથી પ્રચંડ આવકાર રહ્યો છે, ત્યારે જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વસવાટ કરતા કોળી સમાજ દ્વારા પણ મોટું જન સમર્થન પ્રાપ્ત થયું છે, અને પૂનમબેન માડમ ને સતત ત્રીજી ટર્મ માં જંગી સરસાઈ સાથે વિજયી બનાવવા માટેનો નિર્ધાર જાહેર કરવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્યના મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવ્યભાઈ સોલંકી કે જેઓએ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુકામ કર્યો છે. તેઓ દ્વારા જામ રાવલ, જામજોધપુર અને કાલાવડમાં ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં વિજય વિશ્વાસ સભાઓ ગજવી હતી. પ્રત્યેક સ્થળે બહોળી સંખ્યામાં કોળી સમાજના ભાઈઓ- બહેનો સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા, અને લોકસભાની બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમને જંગી લીડની સાથે વિજેતા બનાવવાનો સંકલ્પ લીધો હતો. દિવ્યેશભાઈ સોલંકી દ્વારા બંને જિલ્લામાં ઝંઝાવાતી પ્રવાસ કરવામાં આવ્યો હતો, જેઓની સાથે કોળી સમાજના અન્ય મહાનુભાવો અને બંને જિલ્લાના હોદ્દેદારો પણ બહોળી સંખ્યામાં જોડાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh