Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મદદનીશ શ્રમ આયુક્તનો આદેશઃ
જામનગર તા. ૬: જામનગરમાં નોકરી કરતાં દરેક વ્યક્તિની મતદાનના દિવસે સવેતન રજા મંજૂર કરવાની રહેશે મદદનીશ શ્રમ આયુક્તની કચેરી, જામનગર તથા દેવભૂમિ દ્વારકા દ્વારા સૂચના જાહેર કરાઈ છે.
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪, મંગળવારના જે-તે મતવિભાગમાં યોજાનાર છે. ત્યારે જે-તે વિસ્તારની દુકાન કે સંસ્થાઓમાં કામ કરતા શ્રમયોગીઓ તથા કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટસ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ટ કંડીશન્સ ઓફ સર્વિસ) એક્ટ-૨૦૧૯ હેઠળ આપવાની અઠવાડિક રજા જો મતદાનના દિવસે ન હોય તો અઠવાડિક રજા બદલી કરીને દુકાન અથવા સંસ્થામાં નોકરી કરતા દરેક વ્યક્તિની મતદાનના દિવસે રજા મંજુર કરવાની રહેશે. શ્રમયોગી/કર્મચારીના પગારમાંથી કોઈ કપાત કરવાની રહેશે નહીં. જો કોઈ માલિક લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ ની કલમ ૧૩૫-બી ની જોગવાઈ વિરૂદ્ધ વર્તન કરશે તો દંડ અને શિક્ષાને પાત્ર રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial