Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મધ્યપૂર્વના કેટલાક દેશોને સામેલ કરીને
વોશીંગ્ટન તા. ૧૦: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ગાઝા ખરીદવાની જાહેરાત કરી છે. જેના માટે ટ્રમ્પે પ્લાન પણ તૈયાર કર્યો છે. ટ્રમ્પે ગાઝા ખરીદી તેના પર માલિકી હક ભોગવવાની જાહેરાત કરી હતી. તેમજ ગાઝાના અમુક હિસ્સાના રિકંસ્ટ્રક્શન માટે મધ્ય-પૂર્વના અમુક દેશોને તેમાં સામેલ કરવાની તૈયારી પણ દર્શાવી છે.
ટ્રમ્પે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, હું ગાઝા ખરીદવા માંગુ છું. જ્યાં સુધી ગાઝાના પુનઃનિર્માણનો સવાલ છે, તો અમે તેની જવાબદારી મધ્ય-પૂર્વના દેશોને સોંપી શકીએ છીએ. પરંતુ અમે ગાઝા પર સંપૂર્ણપણે માલિકી મુદ્દે પ્રતિબદ્ધ છીએ અને હમાસ અહીં ફરી પગપેસારો ન કરે તેની ખાતરી કરીશું.
ટ્રમ્પ નેશનલ ફુટબોલ લીગ સુપર બોલ ચેમ્પિયનશીપમાં હાજરી આપતાં ન્યૂ ઓર્લિન્સમાં આ અંગે જણાવ્યું હતું. ગાઝાના આ પ્લાન મુદ્દે ટ્રમ્પ અડગ વલણ ધરાવે છે. ગાઝા પટ્ટીમાં હમાસ અને ઈઝરાયલના યુદ્ધ બાદ આ સ્થળ લગભગ ખંડેર બન્યું છે. આથી, તેનુ પુનઃનિર્માણ આવશ્યક બન્યું છે.
ટ્રમ્પે અમુક પેલેસ્ટાઇનના લોકોને અમેરિકામાં પ્રવેશની સંભાવનાઓ પર જણાવ્યું હતું કે, અમે આ મુદ્દે વિચાર કરીશું. અમુક પેલેસ્ટાઇનના શરણાર્થીઓને અમેરિકામાં એન્ટ્રી આપી શકીએ છીએ.
હમાસના પોલિટિકલ બ્યૂરોના સભ્ય ઈજ્જત અલ-રશ્કે ટ્રમ્પની ગાઝા ખરીદવાની યોજનાનો વિરોધ કરતાં કહૃાું કે, ગાઝા ખરીદવા કે વેચવાની પ્રોપર્ટી નથી. તે પેલેસ્ટાઈનના લોકોનો અભિન્ન હિસ્સો છે. પેલેસ્ટાઇન વાસીઓ ટ્રમ્પની આ યોજનાને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવશે.
પેલેસ્ટાઇનવાસીઓને ગાઝા પટ્ટી ખાલી કરવા આદેશ. જોર્ડન-મિસ્ર સહિત અન્ય દેશોને શરણું આપવા અપીલ
ગાઝા પર નિયંત્રણ હાંસલ કરી ત્યાં ઉપલબ્ધ જોખમી બોમ્બ, હથિયારોને નષ્ટ કરી, કાટમાળ દૂર કરી નવી ઇમારતો બાંધી પુનઃનિર્માણ કરવું
હમાસના આતંકીઓનો ખાતમો બોલાવી તેમને ફરી ક્યારેય ગાઝામાં પ્રવેશ ન આપવા પર જોર.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial