Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ હેઠળ હતો ગુન્હોઃ
જામનગર તા.૧૦ : ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં સસ્તા અનાજની દુકાન ચલાવતા બે આસામી સામે ૧૫ વર્ષ પહેલા એસેન્શિઅલ કોમોડિટીઝ એક્ટ હેઠળ ગુન્હો નોંધાયો હતો. તે કેસ ચાલી જતાં અદાલતે બંને આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.
ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં ગોરધનદાસ ખીમજી ભાઈ ગોંડલીયા તથા શાંતિ લાલ ગોવિંદભાઈ ઉમરેટીયા નામના બે આસામીના રેશનના વોર્ડમાંથી કાર્ડધારકોને દસ લીટરના બદલે ત્રણ લીટર કેરોસીન આપવામાં આવી રહ્યું છે તેવી ફરિયાદ એક આસામી દ્વારા ગઈ તા.૮-૭-૨૦૦૯ના દિને જિલ્લા પુરવઠા અધિકારી સમક્ષ કરાઈ હતી.
તેના અનુસંધાને આ વોર્ડ પર ચકાસણી કરાતા આરોપી ગેરરીતિ કરતા હોવાનંુ જણાઈ આવ્યું હતું. સ્થળ પરથી ૪૧૨૬ લીટર કેરોસીન કબજે કરાયું હતું અને આવશ્યક ચીજ વસ્તુ ધારાની કલમ હેઠળ મામલતદારે ફરિયાદ કરી હતી.
ઉપરોક્ત કેસ ધ્રોલની કોર્ટ સમક્ષ ચાલવા પર આવતા આરોપી પક્ષે દલીલ કરી હતી કે ગેરરીતિ અંગેનો પુરાવો રજૂ થયો નથી અને સરકારે કાર્ડ ધારકને કેટલુ કેરોસીન આપવું તેનો પુરાવો પણ અપાયો નથી. અદાલતે બંને પક્ષની દલીલ સાંભળ્યા પછી આરોપીઓનો છૂટકારો ફરમાવ્યો છે. બચાવ પક્ષે વકીલ મનોજ અનડકટ, રાજેશ અનડકટ, હસમુખ જેઠવા, નિર્મળસિંહ જાડેજા, હેત અનડકટ, જીત અનડકટ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial