Advertisement
Author: નોબત સમાચાર

વડાપ્રધાન મોદીએ 'પરીક્ષા પે ચર્ચા'માં વિદ્યાર્થીઓને 'ટાઈમ મેનેજમેન્ટ અને એકાગ્રતાના પાઠ' શીખવ્યા

પ્રેક્ષકોના ફોર...સિકસના અવાજ પર નહીં, બેટ્સમેનનું ધ્યાન માત્ર બોલ પર જ હોય છેઃ મોદી

નવીદિલ્હી તા. ૧૦: પરીક્ષા પે ચર્ચામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓને બોધપાઠ આપતા કહ્યુ હતું બધાની પાસે ૨૪ કલાક જ હોય છે, એટલે ન વાંચવાના બહાના ન કરોઃ ટાઈમનું યોગ્ય મેનેજમેન્ટ શીખો તેમણે વિદ્યાર્થીઓને એકાગ્રતાના પાઠ પણ શીખવ્યા હતા.

વિશ્વભરના ૩.૩૦ કરોડથી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓએ પરીક્ષા પે ચર્ચા ૨૦૨૫ માટે નોંધણી કરાવી હતી. પીપીસી ૨૦૨૫ માટે ઓનલાઈન નોંધણી ૧૪ ડિસેમ્બર ૨૦૨૪ ના શરૂ થઈ હતી અને ૧૪ જાન્યુઆરી ૨૦૨૫ ના બંધ થઈ હતી.

૮ ફેબ્રુઆરીના 'પરીક્ષા પે ચર્ચા ૨૦૨૫' નો પ્રોમો રિલીઝ થયો હતો. જેમાં પીએમ મોદીએ નવી દિલ્હીની સુંદર નર્સરીમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી. આ સમય દરમિયાન તેમણે બાળકોને ગણિતના પ્રશ્નોનો સામનો કરવાની રીતો શીખવી. પ્રધાનમંત્રીએ તેમની શાળાની યાદોને યાદ કરી અને કહૃાું કે તેમના શિક્ષકોએ તેમના હેન્ડરાઇટિંગ સુધારવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા પરંતુ તેમ છતાં, તેમના હેન્ડરાઇટિંગમાં કોઈ સુધારો થયો નથી. તેના બદલે, તેમના શિક્ષકોના હેન્ડરાઇટિંગ વધુ સુંદર બન્યા હતાં.

પરીક્ષા પે ચર્ચામાં ભાગ લેતા વિદ્યાર્થીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, પ્રેશર રહે છે કે આટલાં નંબર નહીં આવ્યા તો જીવન બરબાદ થઈ જશે. ઘરમાં પ્રેશર રહે છે. તમારામાંથી કેટલા લોકો ક્રિકેટ મેચ જુએ છે? તમે જોયું જ હશે કે જ્યારે બેટર રમે છે, ત્યારે સ્ટેડિયમમાંથી અવાજ આવે છે. બધા સિક્સ અને ફોરની બૂમો પાડતા રહે છે. બેટર તમારી વાત સાંભળે છે અને બોલ તરફ જુએ છે. જો તે અવાજ પર ધ્યાન આપશે તો તે આઉટ થઈ જશે. બેટરનું સંપૂર્ણ ધ્યાન બોલ પર હોય છે. અવાજો પર નહીં. જો તમે ફક્ત અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરશો, તો તમે દબાણને દૂર કરી શકશો. તમારે હંમેશા તમારી જાતને પડકારતા રહેવું જોઈએ. ગઈ વખતે મને ૩૦ માર્ક્સ મળ્યા હતા એટલે મારે ૩૫ માર્ક્સ મેળવવા પડશે. ઘણા લોકો પોતાની લડાઈઓ જાતે લડતા નથી. જો તમારે તમારી જાત સાથે લડવું હોય તો તમારે તમારી જાતને પડકારવી પડશે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે હું જીવનમાં શું બની શકું છું? તમારે પોતાને પૂછવું જોઈએ. ધીમે ધીમે મન કોઈ જગ્યાએ કેન્દ્રિત થવું જોઈએ. પછી તમને ખબર પડશે કે તમારે કયા પડકારનો સામનો કરવાનો છે.

પીએમએ કટાક્ષ કરતા કહૃાું કે, બિહારનો છોકરો રાજકારણ વિશે વાત ન કરે તે કેવી રીતે શક્ય છે? બિહારના લોકો પ્રતિભાશાળી છે. નેતૃત્વની વ્યાખ્યા કુર્તા-પાયજામા પહેરીને સ્ટેજ પર ભાષણ આપવા જેવી નથી. તમારે તમારા માટે એક ઉદાહરણ બેસાડવું પડશે. જો મોનિટર કહે કે તમે સમયસર આવો અને પછી હું આવીશ તો? તેણે સમયસર આવવું પડશે, તેણે પોતાનું હોમવર્ક કરવું પડશે. તેણે દરેકને મદદ કરવી પડશે, નેતા માટે ટીમવર્ક શીખવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જો તમે કોઈને કામ આપો છો, તો તેની મુશ્કેલી શોધવી પડશે.

તમારે તમારા માતા-પિતાને સમજાવવું જોઈએ કે જો તમે આખો સમય અભ્યાસ કરશો તો તણાવ રહેશે. જો તમે કંઈક અલગ કરશો તો કોઈ તણાવ નહીં રહે.

વડાપ્રધાને કહ્યુ કે, જો આપણે બાળકોને દિવાલોમાં બંધ કરી દઈશું અને પુસ્તકોનો જેલ બનાવીશું, તો બાળકો ક્યારેય વિકાસ કરી શકશે નહીં. તેમને ખુલ્લું આકાશ અને તેમની પસંદગીની વસ્તુઓ જોઈએ છે. જો બાળક પોતાની પસંદગીના કામ કરશે, તો તે પણ ભણશે.

દિવસમાં વધુમાં વધુ ૨૪ કલાક જ હોય છે. કેટલાક લોકો આટલા સમયમાં બધું પૂરું કરી લે છે, જ્યારે કેટલાક રડતા રહે છે કે તેમને અભ્યાસ માટે સમય મળતો નથી. ખરેખર તો તેઓ પોતાના સમયનું સંચાલન કેવી રીતે કરવું તે જાણતા નથી. જ્યારે એક મિત્ર આવ્યો, ત્યારે અમે ગપસપ શરૂ કરી. મેં આ રીતે દિવસ પસાર કર્યો. આપણે આપણા સમયનો મહત્તમ ઉપયોગ કેવી રીતે કરવો તે વિશે વિચારવું જોઈએ.

વડાપ્રધાને કહ્યુ કે, યાદ રાખો કે પહેલા તમે તમારા ભાઈ સાથે ઘણી વાતો કરતા હતા, પણ હવે નથી કરતા. પહેલા તે સ્કૂલેથી પાછા ફર્યા પછી માતાને બધું કહેતા હતા, હવે નથી કહેતા. ધીમે ધીમે, તમે સંકોચાવા લાગો છો. આ પછી તમે ડિપ્રેશનમાં જાવ છો. તમારે તમારી મુશ્કેલીઓ કોઈને પણ ખચકાટ વગર જણાવવી જોઈએ. પહેલા આપણા સમાજમાં વ્યવસ્થા હતી. અમારું કુટુંબ પોતે એક યુનિવર્સિટી હતું. હું મારા દાદા-દાદી, પપ્પા અને મમ્મી સાથે વાત કરતો હતો. આ લોકો જે વાતો કહેતા હતા ત્યારે લાગતું કે કોઈ આપણું ધ્યાન રાખનાર છે.

પહેલી વાત એ છે કે પરિવાર દબાણ લાવે છે. જો કોઈ બાળક કલાકાર બનવા માગે છે તો તેને એન્જિનિયર બનવાનું કહેવામાં આવે છે. માતાપિતા, કૃપા કરીને તમારા બાળકોને સમજો. તેમને તેમની ઇચ્છાઓને સમજો, તેમની ક્ષમતાઓને સમજો. તેમની પાસે રહેલી સંભાવનાઓ જુઓ. કૃપા કરીને મદદ કરો. જો તમને રમતગમતમાં રસ હોય તો સ્પર્ધા જોવા જાઓ.

બીજું, શિક્ષકો પણ વાતાવરણનું નિર્માણ કરે છે. તે ૪ બાળકોને સાંત્વના આપે છે અને બાકીનાને ગણતા નથી. તમારે સરખામણી ન કરવી જોઈએ. જો તમારે કંઈક કહેવું હોય તો અલગથી કહો કે તમે મહેનતુ છો, આના પર થોડું વધારે કામ કરો. વિદ્યાર્થી પણ આ વિશે વિચારશે.

બાળકો સાથે ૧ કલાક વાત કરી અને બાળકોને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા, પરીક્ષા દરમિયાન તણાવમુક્ત રહેવા અને તેમના સમયનું સંચાલન કરવા માટે મહત્ત્વપૂર્ણ ટિપ્સ આપી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh