Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની પ્રતિક્રિયાઃ
નવી દિલ્હી તા. ૧૦: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે અંદાજપત્ર રજૂ કર્યું હતું. જેમાં રેલવે વિભાગની સુવિધ માટે મોટું બજેટ ફાળવાયું છે.
જમ્મુથી કાશ્મીર સુધી રેલ કનેક્ટિવિટી અને તામીલનાડુ પાસે ટેકનોલોજીવાળા પુલના નિર્માણથી લોકોને રેલવે પર ગર્વની તક મળી છે. આથી રામેશ્વરમ્ ફરી એક વખત રેલવેથી જોડાઈ ટૂંક સમયમાં જ પ્રધાનમંત્રી આ બન્ને પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે.
વર્ષ ર૦રપ-ર૬ માં રૂપિયા ર,પર,ર૦૦ કરોડનું બજેટ ફાળવાયું છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતાના પ્રતિભાવમાં જણાવ્યું છે કે, ભારતીય રેલ યુવાઓની આકાંક્ષાઓ અને સપનાને સાકાર કરવાની દિશામાં આગળ વધી રહી છે.
છેલ્લા ૧૦ વર્ષમાં જેટલી રેલવે લાઈનનું નિર્માણ કરવામાં આવ્યું છે તે સ્વિત્ઝર્લેન્ડ, મલેશિયા, બેલજિયમ જેવા દેશના કુલ નેટવર્ક કરતા વધુ છે. આગામી નાણાકીય વર્ષમાં ૩૨,ર૩પ કરોડનું બજેટ નવી રેલવે લાઈન માટે ફાળવાયુ વંદે ભારત, નમો ભારત, અમૃત ભારત ટ્રેનોના સંચાલનનો આરંભ થયો છે.
વ્યસ્ત રૂટને ડબલીંગ અને ચાર ગણા કરવાની અનેક યોજનાને મંજુરી આપવામાં આવી છે. રેલવે સલામતિ સંબંધિત પ્રોજેક્ટ માટે રૂ. ૧,૧૬,પ૧૪ કરોડ, ઓવર-અન્ડર બ્રીજ માટે ૭૦૦૦ કરોડ ફાળવાયેલ છે. ૧૭,પ૦૦ નોન એસી, જનરલ કોચના નિર્માણ માટે જોગવાઈ કરવામાં આવી છે. ટ્રેક નવીનિકરણ માટે ૨ર,૮૦૦ કરોડ ફાળવાયા છે. પાંચ વર્ષમાં કોચને એલએચબી કોચમાં બદલી દેવામાં આવશે. વંદે સ્લિપર કોચનું નિર્માણ થઈ રહ્યું છે. આમ રેલવેને પૂરતા ભંડોળની પ્રાપ્તિ થતા રેલવેની ગતિને વધુ શક્તિ મળશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial