Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાપર નજીક કેન્દ્રબિંદુ નોંધાયું:
ભૂજ તા. ૧૦: ગુજરાતના કચ્છમાં ફરી ૩.૧ ની તીવ્રતાના ભૂકંપથી ધરા ધ્રૂજી હતી. કેન્દ્રબિંદુ રાપર નજીક નોંધાયું હતું.
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકા નોંધાઈ રહ્યા છે. ગત્ મોડી રાત્રે ર-૪૬ વાગે આવેલા ભૂકંપના આંચકાનું કેન્દ્રબિંદુ રાપર નજીક નોંધાયું હતું. ગુજરાતમાં ભૂકંપના આંચકા ખાસ કરીને અમરેલી અને કચ્છમાં અનુભવતા હોય છે. જે પછી ગત્ મોડી રાત્રે ફરી કચ્છમાં ૩.૧ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે. હમણાં થોડા દિવસ પહેલા જ કચ્છમાં આવેલ ભૂકંપથી લોકો ફફડી ઊઠ્યા હતાં અને ઘરની બહાર દોડી આવ્યા હતાં.
જો કે, હાલમાં આ ભૂકંપથી કોઈ જાનહાનિ કે આર્થિક નુક્સાનના કોઈ સમાચાર નથી. મળતી માહિતી મુજબ ગત્ મોડી રાત્રે ર-૪૬ વાગ્યાની આસપાસ આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
સૌરાષ્ટ્ર-કચ્છમાં જાન્યુઆરી માસમાં પૃથ્વીના પેટાળમાં હલચલ, કંપન વધ્યા છે. ઈન્સ્ટિટ્યુટ દ્વારા માત્ર ર.પ થી વધુ તીવ્રતાના ભૂકંપની જ વિગતો ઓનલાઈન જારી કરાતી હોય છે જે મુજબ ગત્ ડિસેમ્બર માસમાં ર૩, ર૪ અને ર૯ ના કચ્છમાં ભચાઉ, દુધઈ અને લખપતથી ૭૬ કિ.મી. અંતરે બોર્ડર પાસે એમ ત્રણ આંચકા નોંધાયા હતાં.
જ્યારે જાન્યુઆરી માસના ર૩ દિવસમાં ભચાઉ, રાપર, દુધઈમાં પાંચ આંચકા અને તલાલામાં ર, ઉના પાસે ૧ અને ઉત્તર ગુજરાતમાં વાવ વિસ્તારમાં ૧ સહિત ૯ ધરતીકંપ નોંધાયા છે. આમ, ર૩ ડિસેમ્બરથી આજે ર ફેબ્રુઆરી સુધી દોઢ માસમાં ૧પ ધરતીકંપ નોંધાયા છે. રિક્ટર સ્કેલ પર ર.પ થી ઓછી તીવ્રતાના આંચકા તો અસંખ્ય આવ્યાની શક્યતા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial