Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં રોટરી કલબ ઓફ છોટીકાશી દ્વારા આયોજીત સાઈકલોફનમાં ૧૩૫૦ સ્પર્ધકો જોડાયા

છેલ્લા ત્રણ વર્ષથી દર વર્ષે વયજૂથ પ્રમાણે આયોજન થાય છે, અને વિજેતાઓને ઈનામો અપાય છે

જામનગરમાં રોટરી કલબ ઓફ છોટીકાશી દ્વારા સમાજ ઉપયોગી અનેક કાર્યક્રમો કરવામાં આવે છે, સાથે જ સત્કાર્યની સુવાસ પ્રસરાવવામાં આવે છે. આ સંસ્થા દ્વારા આજે સાઈકલોફનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં કડકડતી ઠંડી વચ્ચે મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. જેમાં ઓસવાલ સેન્ટરમાં સવારે ૫:૩૦ વાગ્યાથી શરૂઆત કરવામાં આવી હતી. સાઇકલોફનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અંદાજે ૧૩૫૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. બાળકો અને યુવાનો અદમ્ય ઉત્સાહ સાથે જોડાયા હતા. સ્વાસ્થ્ય અંગે જાગૃતિના એક માત્ર ઉદ્દેશ સાથે સતત ત્રણ વર્ષથી દર વર્ષે સાઇકલોફનનું આયોજન કરવામા આવે છે. જે પરંપરા આજે પણ અકબંધ રહી હતી. આજે ૫, ૧૦, ૨૫, ૫૦ અને ૧૦૦ કિમી એમ જુદી જુદી કેટેગરીમાં સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજેતા સ્પર્ધકોને જુદા જુદા ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધા દ્વારા એકત્ર થયેલ ફંડને પોસ્ટ ઓરલ કેન્સર ડેન્ટલ કેર ક્લિનિક માટે ઉપયોગ કરવામાં આવશે તેવો આયોજકો દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. એટલું જ નહિ સાઇકલોફનના રૂટમાં કોઈ અકસ્માત ના બને તે માટે સ્વયંસેવકો દ્વારા તકેદારી લેવામાં આવી હતી. સાથે એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમ સાથે રાખવામાં આવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh