Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેનેડિયન પોલીસે કર્યો ટ્રુડોનો પર્દાફાશ
ટોરેન્ટો તા. ૧૦: કેનેડામાં ૯ વર્ષમાં ડ્રગ ઓવરડોઝને કારણે પ૦ હજાર લોકોના મૃત્યુ થયા છે. ભારત કહેતું હતું કે તેમણે સાંભળ્યું નહીં, હવે કેનેડિયન પોલીસે જ ટ્રુડોનો પર્દાફાશ કર્યો છે. કેનેડામાં ૪,૦૦૦ સંગઠિત ગેંગ સક્રિય છે, જેમાં મોટાભાગે એશિયન મૂળના છે. ટ્રુડો સરકારની નીતિઓએ કેનેડાને ડ્રગ હબ બનાવ્યું છે.
જસ્ટિન ટ્રુડોની સરકાર ગયા પછી કેનેડિયન પોલીસે એક એવો ખુલાસો કર્યો છે જેનાથી ભારતના દાવાઓને વધુ મજબૂતી મળી છે કે કેનેડા ડ્રગ તસ્કરોનું કેન્દ્ર બની ગયું છે. રોયલ કેનેડિયન પોલીસના જણાવ્યા અનુસાર છેલ્લા ૯ વર્ષમાં કેનેડામાં ડ્રગ ઓવરડોઝને કારણે પ૦ કે ૧૦૦ ની નહીં, પરંતુ પ૦ હજાર લોકો મૃત્યુ પામ્યા છે. કેનેડામાં ડ્રગ તસ્કરોના વધતા નેટવર્કથી ભારત લાંબા સમયથી પરેશાન હતું. હવે આ યાદીમાં અમેરિકાનું નામ પણ ઉમેરાયું છે.
રોયલ કેનેડિયન પોલીસ સ્વીકારે છે કે હાલમાં લગભગ ૪,૦૦૦ સંગઠિત ગેંગ કાર્યરત છે, જેમાંથી મોટાભાગના ડ્રગ હેરફેર કરનારા છે. આમાંના મોટાભાગના લોકો એશિયન મૂળના છે અને એેેેેેેેેેેેેેેેેેેટા માફિયા ડોનના ચીન સાથે પણ સંબંધો છે. કેનેડાની પાછલી ટ્રુડો સરકારની નીતિઓએ કેનેડાને આંતરરાષ્ટ્રીય ડ્રગ હબ બનાવ્યું છે. ટ્રુડો સરકાર કેનેડા છોડતાની સાથે જ રોયલ કેનેડિયન પોલીસે તેમનો પર્દાફાશ કરવાનું શરૂ કરી દીધું છે. રોયલ કેનેડિયન પોલીસ ચીફે સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે કેનેડામાં ડ્રગ દાણચોરોનું વર્ચસ્વ છે.
હાલમાં કુલ ચાર હજાર સંગઠિત ગુનાહિત ગેંગ કાર્યરત છે. તેમાંથી મોટાભાગના લોકો ઝેરી દવા ફેન્ટાનાઈલની દાણચોરી કરી રહ્યા છે. કેનેડામાં છેલ્લા આઠ વર્ષમાં ડ્રગના ઓવરડોઝથી થતા મૃત્યુમાં બસો ટકાનો વધારો થયો છે. એક સત્તાવાર આંકડા મુજબ ર૦૧૬ પછી લગભગ પ૦,૦૦૦ કેનેડિયનો ડ્રગ ઓવરડોઝને કારણે મૃત્યુ પામ્યા. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેનેડા આંતરરાષ્ટ્રીય ડ્રગ હબ બનાવનું સૌથી મોટું કારણ અગાઉની સરકારના શંકાસ્પદ લોકો સાથેના સંબંધો રહ્યા છે, જેના કારણે તેમણે કડક કાયદાઓમાં છૂટછાટ આપવાનું ચાલુ રાખ્યુ.
ઉદાહરણ તરીકે પાછલી સરકારે ડ્રગ હેરફેર કરનારાઓ માટે ફરજિયાત જેલની સજા નાબૂદ કરી હતી. મોટાભાગના ડ્રગ દાણચોરોને સરળતાથી જામીન મળવા લાગ્યા અને તેમને કાયદાનો કોઈ ડર રહ્યો તહીં. કેનડા ડ્રગ હબ બની રહ્યું છે તે અંગે અમેરિકા પણ ખૂબ ચિંતિત છે. કારણ કે આ મોટા દાણચોરોમાંથી એકનો ચીની એજન્સીઓ સાથે પણ સીધો સંબંધ હોવાનું કહેવાય છે. અમેરિકાએ કેનેડા પાસેથી જે ગુપ્ત માહિતી માંગી હતી તેમાં સેમ ગોર નામના એક મોટા દાણચોરી નેટવર્ક વિશે માહિતી શામેલ હતી.
આ દાણચોરી નેટવર્ક આંતરરાષ્ટ્રીય સ્તરે ડ્રગ્સની દાણચોરી કરે છે અને યુએસ તપાસ મુજબ ચીની કમ્યુનિસ્ટ પાર્ટીના કેટલાક કાર્યકરો પણ તેમાં સામેલ છે. કેનેડામાં મોટાભાગના ડ્રગ હેરફેર નેટવર્કમાં એશિયનોનો સમાવેશ થાય છે. કેનેડામાં હાલની ચૂંટણીઓમાં ડ્રગ્સની હેરફેર અને પાછલી સરકારની આ દાણોચોરો સાથેની મિલીભગત પણ એક મુદ્દો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial