Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દર દસ વર્ષે થતી આ પ્રક્રિયામાં હવે વિલંબ ન થવો જોઈએઃ કોંગ્રેસ
નવી દિલ્હી તા. ૧૦: વસતિ ગણતરીમાં વિલંબ થતા ૧૪ કરોડ લોકો રેશનથી વંચિત રહ્યા હોવાના મુદ્ે સોનિયા ગાંધીએ મોદી સરકાર પર પ્રહાર કર્યો છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પાર્ટીના સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીએ સોમવારે શક્ય તેટલી વહેલી તકે વસ્તી ગણતરી કરાવવાની માગ ઉઠાવી હતી, જેથી તમામ પાત્ર વ્યક્તિઓને ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ગેરંટીકૃત લાભો મળી શકે. રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન આ મુદ્દો ઉઠાવતા તેમણે એમ પણ કહૃાું કે, ખાદ્ય સુરક્ષા એ કોઈ વિશેષાધિકાર નથી પરંતુ નાગરિકોનો મૂળભૂત અધિકાર છે. આ દરમિયાન સોનિયા ગાંધીએ મોદી સરકાર પર પ્રહાર કરતા કહૃાું કે, વસ્તી ગણતરીમાં વિલંબના કારણે ૧૪ કરોડ લોકો રેશનથી વંચિત છે.
સોનિયા ગાંધીએ કહૃાું કે, તેમણે કહૃાું કે યુપીએ સરકાર દ્વારા રજૂ કરાયેલ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો એક ઐતિહાસિક પહેલ હતી જેનો ઉદ્દેશ્ય ૧૪૦ કરોડ વસતી માટે ખોરાક અને પોષણ સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હતો. આ કાયદાએ કોરોના મહામારીના સંકટ દરમિયાન લાખો સંવેદનશીલ પરિવારોને ભૂખમરાથી બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી, આ સાથે જ આ કાયદાએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો આધાર પણ પૂરો પાડ્યો હતો.
'ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ગ્રામીણ વસ્તીના ૭૫% અને શહેરી વસતીના ૫૦% લોકોને સબસિડીવાળા અનાજ મેળવવાનો અધિકાર છે. જોકે, લાભાર્થીઓ માટેના ક્વોટા હજુ પણ ૨૦૧૧ની વસતી ગણતરીના આધારે નક્કી કરવામાં આવે છે, જે હવે એક દાયકા કરતાં વધુ જૂની છે. સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં પહેલી વાર વસ્તી ગણતરીમાં ૪ વર્ષથી વધુ સમયનો વિલંબ થયો છે.' મૂળ રીતે તે ૨૦૨૧ માટે સુનિશ્ચિત થયેલ હતી પરંતુ હજુ પણ તેની કોઈ સ્પષ્ટતા નથી કે વસ્તી ગણતરી ક્યારે હાથ ધરવામાં આવશે. સોનિયા ગાંધીએ કહૃાું કે, 'બજેટ ફાળવણી દર્શાવે છે કે આ વર્ષે પણ વસ્તી ગણતરી હાથ ધરવાની સંભાવના નથી.'
આમ લગભગ ૧૪ કરોડ પાત્ર ભારતીયોને ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ પોતાના યોગ્ય લાભોથી વંચિત કરવામાં આવી રહૃાા છે. સરકાર શક્ય તેટલી વહેલી તકે વસ્તી ગણતરી પૂર્ણ કરવાને પ્રાથમિકતા આપે અને એ સુનિશ્ચિત કરે કે તમામ પાત્ર વ્યક્તિઓને ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ગેરંટીકૃત લાભો મળે છે. ખાદ્ય સુરક્ષા એ કોઈ વિશેષાધિકાર નથી, તે એક મૂળભૂત અધિકાર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial