Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગાંધીનગરની ટીમને આપી મહાતઃ કેપ્ટન કેતન નાખવા અણનમ ૯૪ રન
ગાંધીનગર મહાનગરપાલિકાના યજમાન પદે આંતર મહાનગરપાલિકા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું. જેમાં જામનગર મેયર ઈલેવનની ટીમ ચેમ્પિયન બની હતી. રાજ્યની મહાનગરપાલિકાની મેયર ઈલેવનની ટીમો સાથે ગાંધીનગરમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું. જેમાં જામનગરની મેયર ઈલેવન પ્રથમ સુરત પછી અમદાવાદ, અને વડોદરા સામે લગાતાર તમામ મેચો જીતીને ફાઈનલમાં પ્રવેશી હતી. ગઈકાલે સાંજે જામનગર અને ગાંધીનગરની મેયર ઈલેવન સામે ફાઈનલ મુકાબલો યોજાયો હતો. જેમાં પ્રથમ જામનગરની ટીમ દાવમાં ઉતરતા ર૦ ઓવરમાં ૧૮૯ રન (પાંચ વિકેટ) એ કર્યા હતાં. તેની સામે ગાંધીનગરની ટીમ ૧૩૬ રન જ કરી શકતા જામનગરની મેયર ઈલેવન ચેમ્પિયન બની હતી. જામનગરની ટીમમાંથી કેપ્ટન કેતન નાખવાએ ૯૪ રન (અણનમ), જ્યારે જીતેશ શિંગાળાએ ૩૯ રન, દિવ્યેશ અકબરીએ ૧૭, જયરાજસિંહ જાડેજાએ ૧૩ રન, ધવલ નંદાએ ૯ રન, અલ્તાફ ખફીએ ૩ (અણનમ) અને ધર્મરાજસિંહે પાંચ રન કર્યા હતાં. જામનગરની ટીમના દિવ્યેશ અકબરીએ ત્રણ, જયરાજસિંહ જાડેજાએ એક, જીતેશ શિંગાળાએ ૧ વિકેટ ઝડપી હતી. જામનગર મેયર ઈલેવનના કેપ્ટન કેતન નાખવાએ ૯૪ રન (અણનમ) કરતા તેઓ મેન ઓફ ધી મેચ જાહેર થયા હતાં અને જામનગર મેયર ઈલેવનની ટીમનો પ૩ રને વિજય થતા ટીમ ચેમ્પિયન બની હતી. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ચેમ્પિયન ટ્રોફી કેપ્ટન કેતન નાખવા અને ટીમે સ્વીકારી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial