Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની બજારને લાગ્યો ધૂળેટીનો રંગ...: પોણો કરોડનું માર્કેટ

૧૦ રૂપિયા થી ૧૫૦૦ સુધીની કિંમતમાં અવનવી પિચકારીઓની ધૂમ...

હોળીનો તહેવાર યુવા વર્ગનો પ્રિય તહેવાર છે કારણકે હોળી સાથે જ ધૂળેટીનું પર્વ આવે છે. રંગોત્સવ મનાવવા બાળકોથી લઇ યુવાઓમાં વિશેષ થનગનાટ  જોવા મળતો હોય છે. જેને પગલે માંગ અને પુરવઠાનાં ગણિત પર બજારમાં પણ મૌસમી તેજીનો રંગ ઉમેરાતો હોય છે.જામનગરમાં દર વર્ષની જેમ આ  વર્ષે પણ હોળી પૂર્વે બજારમાં રંગ જામ્યો છે. માર્કેટમાં ૧૦ રૂૂ. થી લઇ ૧૫૦૦ રૂૂ. સુધીની કિંમતમાં અવનવી ૩૦૦ પ્રકારની પિચકારીઓનું વેચાણ થઇ રહૃાું છે. પરંપરાગત સાદી પિચકારીઓ સાથે જ નરેન્દ્ર મોદી ટેન્ક, હથોડો, કુહાડી, ડમરૂૂ, તલવાર વગેરે આકારની વેરાયટીઓ પણ લોકોને આકર્ષી રહી છે. ડિજીટલ યુગમાં ઇલેક્ટ્રોનિક તથા મ્યુઝીકલ પિચકારીઓ પણ ઉપલબ્ધ છે જે બાળકોને ખૂબ પસંદ આવી રહી છે. રંગ એટલેકે કલરમાં પણ ૧૦ રૂૂ. થી લઇ ૫૦૦ રૂૂ. સુધીની રેન્જમાં છૂટક તથા જથ્થાબંધ રંગો ઉપલબ્ધ છે. હર્બલ રંગો થોડા મોંઘા હોવા છતા તેની આડઅસર ન હોવાથી લોકો તેનાં ઉપયોગ તરફ વળ્યા છે. શહેરમાં વિવિધ વિસ્તારોમાં સિઝન સ્ટોર્સ તથા ઠેર ઠેર મંડપ નાંખી રંગો અને પિચકારીઓનું વેચાણ થઇ રહૃાુ છે. સરૂૂ સેકશન રોડ પર પેટ્રોલપંપ સામેનાં વિસ્તારમાં ફૂટપાથ પર દિવાળી બજારની જેમ હોળી ઉપર પણ  સંખ્યાબંધ સ્ટોર્સ હંગામી રીતે  કાર્યરત થતા ગ્રાહકો ઉમટી રહૃાા છે. એક અનુમાન મુજબ શહેરમાં હોળી - ધૂળેટીનાં પર્વ પર રંગો અને પિચકારીઓનું કુલ રૂૂ. ૭૫ લાખથી વધુનું ટર્ન ઓવર થતુ હોય છે.જેને પગલે વેપારીઓનાં ગાલ ઉપલ પણ ખુશીનો ગુલાલ ઉડતો જોવા મળે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh