Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારતમાં ડિજિટલ કનેક્ક્ટિવિટી થશે મજબૂતઃ મસ્કની મસ્ત રણનીતિ
નવી દિલ્હી તા. ૧રઃ ઈલોન મસ્કની કંપની સાથે હાથ મિલાવીને સ્ટારલિંક સાથે જીયોએ પાર્ટનરશીપનું એલાન કૃયુ છે. એરટેલ પછી હવે જીઓ સ્ટારલિંક સાથે જોડાતા ભારતમાં ડિજિટલ કનેક્ટિવિટી મજબૂત બની છે.
ભારતમાં ડિજિટલ કનેક્ટિવિટીને મજબૂત કરવા જીઓ એ ઈલોન મસ્કની કંપની સ્પેશ-એક્સ સાથે પાર્ટનરશીપ કરવાનું એલાન કર્યુ છે. અગાઉ એક દિવસ પહેલા એરટેલએ સ્ટારલિંક સાથે આ અંગે કરાર કરીને સૌને ચોંકાવી દીધા હતાં. જીઓ અને સ્પેસએક્સ વચ્ચે કરારથી જીઓ તેના ગ્રાહકોને સ્ટારલિંકની સેટેલાઈટ આધારિત બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સેવા પૂરી પાડશે.
જો કે, આ સેવાની શરૂઆત ભારત સરકારની નિયામક મંજૂરી પર નિર્ભર રહેશે. જો મંજૂરી મળી જશે તો ભારતના છેવાડાના વિસ્તારો સુધી પણ હાઈસ્પીડ, લો લેન્ટેસી ઈન્ટરનેટ પહોંચાડવામાં ખાસ્સી એવી મદદ મળી જશે. જીઓ અને સ્પેશ-એક્સ વચ્ચેની આ ભાગીદારી હેઠળ જીઓ તેના રીટેલ સ્ટોર્સ અને ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા સ્ટારલિંકની સેવાઓ પ્રદાન કરશે.
આ સાથે ભારતમાં વધુને વધુ લોકોને સેટેલાઈટ બ્રોડબેન્ડ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જિઓ અને સ્ટારલિંક વચ્ચેના કરારનો ઉદ્દેશ્ય એવા વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ પૂરી પાડવાનો છે, જ્યાં અત્યાર સુધી બ્રોડબેન્ડની પહોંચ મર્યાદિત હતી, જેમ કે ગામડાઓ, શાળાઓ, આરોગ્ય સંભાળ કેન્દ્રો અને રિમોટ બિઝનેસ હબ.
જીઓ માત્ર સ્ટારલિંક હાર્ડવેરનું વેંચાણ નહીં કરે, પરંતુ ઈન્સ્ટોલેશન અને એક્ટિવેશન સપોર્ટ પણ આપશે. જેથી ગ્રાહકો કોઈપણ મુશ્કેલી વિના કનેક્ટિવિટી મેળવી શકે. આ ભાગીદારીનું બીજું મહત્ત્વનું પાસું એ છે કે સ્ટારલિંકની સેટેલાઈટ કનેક્ટિવિટી જીઓની હાલની બ્રોડબેન્ડ સેવાઓ જેવી કે જીઓ એરફાઈબર અને જીઓફાઈબરને વધુ મજબૂત બનાવશે. આનાથી એવા વિસ્તારોમાં હાઈસ્પીડ ઈન્ટરનેટ સેવા પૂરી પાડવામાં આવશે. જ્યાં પરંપરાગત ફાઈબર નેટવર્ક નાખવું મુશ્કેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial