Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જેદ્દાહમાં અમેરિકા-યુક્રેનના અધિકારીઓની બેઠકમાં નિર્ણય લેવાયો
જેદ્દાહ તા. ૧૨: યુક્રેન તાત્કાલિક ૩૦ દિવસના યુદ્ધ વિરામ માટે સંમત થયું છે. હવે બોલ રશિયાની કોર્ટમાં છે. સાઉદી અરેબિયાના જેદ્દાહ શહેરમાં યુએસ અને યુક્રેનિયન અધિકારીઓ વચ્ચે આઠ કલાક ચાલેલી બેઠક બાદ યુક્રેન યુદ્ધવિરામ માટે સંમત થયું હતું. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના આ પગલાનું સ્વાગત કર્યું છે.
રશિયા અને યુક્રેન વચ્ચે ૩ વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા ભીષણ સંઘર્ષનો અંત આવવાની આશા હવે જાગી રહી છે. સાઉદી અરેબિયામાં અમેરિકી અધિકારીઓ સાથેની વાતચીત બાદ યુક્રેન તાત્કાલિક ૩૦ દિવસના યુદ્ધવિરામ માટે સંમત થયું છે. આઠ કલાકની વાતચીત પછી, યુએસ અધિકારીઓએ આ જાહેરાત કરી અને કહયું કે હવે બોલ રશિયાના કોર્ટમાં છે.
આ દરખાસ્ત હવે ક્રેમલિન સમક્ષ મૂકવામાં આવશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના યુદ્ધવિરામ કરારનું સ્વાગત કર્યું છે અને આશા વ્યક્ત કરી છે કે રશિયા પણ તેમાં સંમત થશે. ટ્રમ્પે કહયું કે આ ભયંકર યુદ્ધમાં રશિયા અને યુક્રેન બંનેના સૈનિકો માર્યા જઈ રહયા છે અને યુદ્ધવિરામ પર પહોંચવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. મંગળવારે (સ્થાનિક સમય) પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહયું કે યુક્રેનમાં થોડા સમય પહેલા જ યુદ્ધવિરામ પર સંમતિ થઈ હતી. હવે આપણે રશિયા જવું પડશે અને આશા છે કે રાષ્ટ્રપતિ પુતિન પણ આ માટે સંમત થશે અને આપણે તેને આગળ વધારી શકીશું.
આ પહેલા સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યુએસ અને યુક્રેનિયન અધિકારીઓ વચ્ચેની બેઠક બાદ, બંને દેશોએ એક સંયુક્ત નિવેદન બહાર પાડયું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે યુક્રેન તાત્કાલિક, વચગાળાના ૩૦ દિવસના યુદ્ધવિરામને લાગુ કરવાના યુએસ પ્રસ્તાવ માટે ખુલ્લું છે, જેને પક્ષકારોની પરસ્પર સંમતિથી લંબાવી શકાય છે. કિવ દ્વારા રશિયા પર અત્યાર સુધીના સૌથી મોટા ડ્રોન હુમલાના એક દિવસ પછી આ ઘટનાક્રમ સામે આવ્યો છે. લગભગ ૩૫૦ ડ્રોનથી મોસ્કો પર હુમલો થયો, જેમાં ૩ લોકો માર્યા ગયા અને ૧૮ ઘાયલ થયા.
જવાબમાં, રશિયાએ યુક્રેનિયન શહેર ઓડેસા પર હુમલો કરીને બદલો લીધો હતો. સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાયેલી બેઠકના પરિણામો અંગે અમેરિકા હવે રશિયા જશે. બેઠક પછી માહિતી આપતાં, યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ કહ્યું, અમે રશિયાને કહીશું કે આ મામલો ટેબલ પર છે. યુક્રેન ગોળીબાર બંધ કરવા અને વાટાઘાટો શરૂ કરવા તૈયાર છે અને હવે હા કે ના કહેવું તે રશિયા પર નિર્ભર રહેશે. તેમણે કહયું કે યુદ્ધનો અંત લાવવાનો એકમાત્ર રસ્તો લશ્કરી ઉકેલને બદલે વાતચીત દ્વારા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial