Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વળતરમાં 'મલાઈ' ખાઈ જવાનો મામલો પ્રકાશમાં આવતા
જામનગર તા.૧૨ : પીજીવીસીએલના જે કર્મચારી કે અધિકારી કોરોનાકાળમાં અવસાન પામ્યા હતા. તેઓને મળવાપાત્ર થતી સહાયમાંથી બે અધિકારી એજન્ટની ભૂમિકામાં આવી રૂ. ૧૦ લાખ માંગતા હોવાની ઓડિયો ક્લિપ વાયરલ થયા પછી ધ્રોલના ડે. ઈજનેર અને અન્ય એક અધિકારીની બદલી થઈ છે. જેમાં ધ્રોલના અધિકારી સસ્પેન્ડ થયા છે.
રાજ્યભરમાં વીજ કંપનીના જે કર્મચારીઓના કોરોનાકાળ દરમિયાન અવસાન થયા હતા તેઓના પરિવારને રૂ. રપ લાખનું વળતર આપવાની જાહેરાત થયા પછી વીજ કંપનીના જ અમૂક કર્મચારીઓ એજન્ટની ભૂમિકામાં આવી ગયા હતા અને સહાય અપાવી દઈએ તો તમારે રૂ. ૧૦ લાખ આપવાના થશે તેવી માગણી મૂકતા અને તે બાબત ધીમે ધીમે ્પ્રકાશમાં આવતા ઉહાપોહ મચી ગયો છે.
આ બાબતની એક ઓડિયો ક્લિપ ફરતી થતાં ખળભળાટ વચ્ચે વીજ કંપનીના જ બે અધિકારી આ ઉઘરાણા કરતા હોવાનું જણાઈ આવ્યું છે. તેના પગલે વીજ કંપની દ્વારા ધ્રોલમાં ડે. ઈજનેર તરીકે ફરજ બજાવતા કે.એન. મિયાત્રાને સસ્પેન્ડ કરી નખાયા છે અને સુરેન્દ્રનગર મૂકી દેવાયા છે.
તે ઉપરાંત કોર્પોરેટ કચેરીના રૂપેશ મોદીની અંજાર અને ત્યાંથી મોરબી બદલીનો આદેશ આવી ગયો છે. તે પછી પણ આ બંને અધિકારી અને અન્ય કોઈ અધિકારી-કર્મચારી તેમાં સંડોવાયા હશે તો તેની સામે પગલાં ભરવામાં આવશે તેવા નિર્દેશ મળ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial