Advertisement
Author: નોબત સમાચાર

કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષાબળની સાયકલ રેલીનું આરાધના ધામ પાસે સ્વાગતઃ દ્વારકા તરફ પ્રસ્થાન

સીઆઈએસએફના પ૬મા સ્થાપના દિનની ઉજવણી અંતર્ગત

ખંભાળીયા તા. ૧રઃ સીઆઈએસએફના ૫૬મા સ્થાપના દિન અંતર્ગત સાઈકલ રેલીનું દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગમન થયું ત્યારે આરાધના ધામ પાસે ગ્રામજનો અને આગેવાનો દ્વારા સાઇકલિસ્ટોનું સ્વાગત કરીને દ્વારકા માટે પ્રસ્થાન કરાવાયા હતાં.

કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ સી.આઈ.એસ.એફ.ના ૫૬મા સ્થાપના દિન અંતર્ગત 'સુરક્ષિત તટ, સુરક્ષિત ભારત'ના સૂત્ર સાથે સાયકલ રેલી યોજાઈ રહી છે. આ રેલી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા તાલુકાના નાના માંઢા ગામ નજીક આરાધનાધામ પાસે આવી પહોંચતા તા.૧૦ માર્ચ સાંજે  ગ્રામજનો અને આગેવાનો દ્વારા રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

રાત્રિરોકાણ પછી સવારે મહાનુભાવો દ્વારા રેલીને આરાધના ધામ પાસેથી દ્વારકા માટે ફ્લેગ ઓફ કરાવવામાં આવી હતી. આ રેલી તા. ૧૧ માર્ચના વડત્રા, લીંબડી, ચરકલા થઈને તા.૧૨ માર્ચ સવારે ૯ વાગ્યે દ્વારકા સ્વામિનારાયણ મંદિર પહોંચે ત્યાં સુધી જિલ્લામાં વિવિધ સ્થળે વધાવવા તેમજ પ્રસ્થાન અને સાઇકલિસ્ટો માટેની અન્ય વ્યવસ્થાઓ વાડીનાર સી.આઈ.એસ.એફ. યુનિટ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડેપ્યુટી કમાન્ડન્ટ સર્વે વી.એસ. પ્રતિહાર, અર્ચિત ખેતાન, આસિસ્ટન્ટ કમાન્ડન્ટ સર્વે હરિઓમ ગૌતમ, પ્રશાંત ચવાણ, રામ મૂર્તિ કોંડલ, સાઈ નિક એ જહેમત ઉઠાવી હતી. આરાધનાધામના કાર્યક્રમમાં પ્રાંત અધિકારી કે.કે. કરમટા, મામલતદાર વિક્રમ વરૂ, સ્થાનિક આગેવાનો, ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે, "કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ" કેન્દ્ર સરકાર હેઠળ ઔદ્યોગિક એકમોની સલામતી માટે રચવામાં આવેલું ખાસ દળ છે. પોલાદનાં કારખાનાં, કોલસાની ખાણો, તેલ-શુદ્ધીકરણ માટેનાં કારખાનાં, વીજળી (ઉત્પન્ન કરતાં) મથકો, બંધો, એરપોર્ટ, દરિયાઈ બંદરો, પરમાણુ અને અંતરિક્ષ અનુસંધાન કેન્દ્રો, સરકારી ભવનો તથા અન્ય સંવેદનશીલ સંસ્થાઓની સુરક્ષા સી.આઈ.એસ.એફ. કરે છે. આ સુરક્ષા બળના ૫૬મા સ્થાપના દિનના ઉપલક્ષમાં લખપતથી કન્યાકુમારી સુધીની સાઈકલ યાત્રાને ગત તા. ૭ના કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે પ્રસ્થાન કરાવાયું હતું. ૧૪ મહિલાઓ સહિત કુલ ૧૨૫ સી.આઈ.એસ.એફ.ના જવાનો ૨૫ દિવસની આ યાત્રા દ્વારા સી.આઈ.એસ.એફ.ની સમુદ્ર ક ાંઠાની સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ભારતની આર્થિક સમૃદ્ધિ માટે તેઓની મહત્વની ભૂમિકાને પ્રદર્શિત કરી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh