Advertisement
Author: નોબત સમાચાર

આરટીઆઈની આડમાં તોડ કરી આતંક પ્રસરાવતા તત્ત્વોને જેર કરવા અપાઈ સૂચના

એસીબી અને પોલીસને યાદી તૈયાર કરવા ગૃહમંત્રીનું ફરમાનઃ

જામનગર તા.૧૨ : સરકારના જાહેર માહિતી અધિકાર અધિનિયમનો ગેરઉપયોગ કરી કેટલાક લેભાગુ તત્ત્વો તોડતાડ કરવા ઉપરાંત સીન જમાવી રહ્યા છે ત્યારે ગઈકાલે વિધાનસભામાં રાજ્યના ગૃહમંત્રીએ આરટીઆઈની આડમાં તોડ કરતા તત્ત્વો સામે આકરા પગલાં તોળાઈ રહ્યાની માહિતી આપી રાજ્યભરમાં આ પ્રકારના અત્યાર સુધીમાં ૬૭ ગુન્હા નોંેંધાયાનું જણાવી જિલ્લાવાર તોડબાજોની યાદી તૈયાર કરવા સૂચના અપાઈ હોવાનું ઉમેર્યું છે. જેના પગલે તોડબાજોમાં ફફડાટ છે.

રાજ્યભરમાં માહિતી અધિકારના અધિનિયમ (આરટીઆઈ)ના નેજા હેઠળ કેટલાક તોડબાજો આ કાયદાનો ઉપયોગ કરી તોડતાડ કરવા ઉપરાંત કેટલાક વ્યક્તિઓને પજવતા હોવાની ઉઠેલી રહેલી બૂમ વચ્ચે આવા તત્ત્વોને જેર કરવા સુચના અપાતા રાજ્યભરની પોલીસ હરકતમાં આવી છે. આ પ્રકારના કૃત્યો આચરતા તત્ત્વો સામે શરૂ થયેલી કાનૂની કાર્યવાહી અંતર્ગત રાજ્યભરમાં ૬૭ ગુન્હા નોંધાયા છે જેમાંથી સુરતમાં સૌથી વધુ ૩૮ ગુન્હાની નોંધ થઈ છે.

આ બાબતની માહિતી ગઈકાલે વિધાનસભામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપતા જણાવ્યું છે કે, લાંચ-રૂશ્વત વિરોધી શાખા અને પોલીસતંત્ર દ્વારા રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આવેલી સરકારી કચેરીઓમાં આવા તોડબાજોની યાદી તૈયાર કરવા અને કડક કાર્યવાહી કરવા સુચના આપી દેવાઈ છે.

આ કાયદાનો ખોટી રીતે ઉપયોગ કરી સરકારી કચેરીઓમાં તોડબાજી કરતા અને ખંડણી ઉઘરાવતા લેભાગુ તત્ત્વોની યાદી તૈયાર કરાશે અને સરકાર આવા તત્ત્વોને છોડશે નહીં તેવા નિર્દેશ મળી રહ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh