Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છ યુવતીને મુક્ત કરાવાઈઃ
જામનગર તા.૧૨ : સુરતના પાલનપુર જકાતનાકા નજીક એક ઈમારતમાં વેલનેસ સેન્ટરના નામે ધમધમતા કૂટણ ખાના પર પોલીસે દરોડો પાડી કાલાવડ તેમજ અમરેલી અને મૂળ પાલીતાણાના ત્રણ શખ્સને દબોચી લીધા છે. સ્થળ પરથી છ યુવતીને મુક્ત કરાવાઈ છે.
સુરત શહેરના રાંદેર રોડ પર આવેલા પાલનપુર જકાત નાકા નજીક એક ઈમારતમાં ચાલતા વેલનેસ સેન્ટરમાં કૂટણખાનુ ધમધમતું હોવાની બાતમી પરથી સુરત પોલીસે દરોડો પાડ્યો હતો.
આ સ્થળેથી મૂળ કાલાવડના વતની અને હાલમાં સુરતના કામરેજમાં રહેતા કુમાર અતુલ અજુડીયા સહિત ત્રણ શખ્સ મળી આવ્યા હતા. આ ગ્રાહકોની પોલીસે ધરપકડ કરી છે. આ શખ્સો પાસેથી કાયદાથી સંઘર્ષિત એક કિશોર પૈસા મેળવી શરીરસુખની વ્યવસ્થા કરી આપતો હોવાનું બહાર આવ્યું છે. તે સ્થળેથી થાઈલેન્ડની છ યુવતીને પોલીસે મુક્ત કરાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial