Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોરેશિયસનું સર્વોચ્ચ નાગરિક સન્માન મેળવનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ ભારતીય
નવી દિલ્હી તા. ૧રઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોરેશિયસનું સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યું છે. આ સન્માન મેળવનાર તેઓ ભારતીય છે. વડાપ્રધાનના પ્રવાસ દરમિયાન ભારતીય રિઝર્વ બેંક અને સેન્ટ્રલ બેંકઓફ મોરેશિયસ વચ્ચે સમજુતિ કરાર થયા છે. તે ઉપરાંત ભારતીય સેના અને મોરેશિયસ પોલીસ વચ્ચે પણ સંધિકરાર થયા છે.
મોરેશિયસના બે દિવસના પ્રવાસ દરમિયાન પીએમ મોદીએ પોર્ટ લુઈસમાં સંબોધન કર્યું હતું આ સંબોધન દરમિયાન ભારત અને મોરેશિયસ વચ્ચે સમજુતિ કરાર કરવામાં આવ્યા હતાં. આ કરારમાં સેન્ટ્રલ બેંક ઓફ મોરેશિયસ અને આરબીઆઈ વચ્ચે સમજુતી સધાઈ હતી. તો ભારતીય નૌસેના અને મોરેશિયસ પોલીસ વચ્ચે પણ સંધિ કરવામાં આવી હતી. પીએમ મોદીએ જણાવ્યું હતું કે ભારત અને મોરેશિયસે હંમેશાં એકબીજાનો સાથ આપ્યો છે અને હંમેશાં આપતાજ રહેશે. પીએમ મોદી મોરેશિયસના રાષ્ટ્રીય દિનની ઉજવણીમાં સામેલ થયા હતાં. ત્યારપછી તેઓ મોરેશિયસના ઉપપ્રધાનમંત્રી અને અન્ય વરિષ્ઠ નેતાઓની સાથે મુલાકાત કરી હતી. તે પછી પ્રતિનિધિ મંડળ સ્તરની વાર્તાઓ કરવામાં આવી હતી. આ ઉપરાંત પીએમ મોદીએ સિવિલ સર્વિસ કોલેજનું ઉદ્ઘાટન કર્યું હતું.
આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું, કુદરતી આફત હોય કે કોવિડની આફત અમે હંમેશાં એકબીજાને ટેકો આપ્યો છે. સંરક્ષણ હોય કે શિક્ષણ, આરોગ્ય હોય કે અવકાશ આપણે દરેક ક્ષેત્રમાં ખભેખભા મિલાવીને ચાલી રહ્યા છીએ. છેલ્લા ૧૦ વર્ષોમાં આપણે આપણા સંબંધોમાં ઘણા નવા પરિમાણો ઉમેર્યા છે. વિકાસ સહયોગ અને ક્ષમતા નિર્માણમાં નવા વિક્રમો સ્થાપિત થયા છે.
પીએમ મોદી મોરેશિયસના બે દિવસના પ્રવાસે છે. પોર્ટ લુઈસ એયરપોર્ટ પર મોરેશિયસના પીએમ નવીનચન્દ્ર રામગુલામે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. અહીં પીએમ મોદીએ ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યા હતા. અને આજે યોજાયેલ નેશનલ ડે પરેડમાં તેઓ મુખ્ય અતિથિના રૂપમાં સામેલ રહ્યા હતા. મોરેશિયસ સરકારે પીએમ મોદીને પોતાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કર્યા છે. પીએમ મોદી આ પ્રતિષ્ઠિત સન્માનને પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય છે.
પીએમ મોદીએ કહ્યું, પ્રધાનમંત્રી અને હું સંમત છીએ કે સંરક્ષણ સહયોગ અને દરિયાઈ સુરક્ષા આપણી વ્યૂહાત્મક ભાગીદારીનો મહત્વપૂર્ણ ભાગ છે. મુકત, ખુલ્લો, સુરક્ષિત અને સુરક્ષિત હિંદ મહાસાગર આપણી સામાન્ય પ્રાથમિકતા છે. અમે મોરેશિયસના વિશિષ્ટ આર્થિક ક્ષેત્રના રક્ષણમાં સંપૂર્ણ સહયોગ આપવા માટે પ્રતિબદ્ધ છીએ.
મોરેશિયસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ૧૪૦ કરોડ ભારતીયો વતી, હું મોરેશિયસના તમામ નાગરિકોને રાષ્ટ્રીય દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. મારા માટે ખુબ જ ભાગ્યની વાત છે કે અને મોરેશિયસના રાષ્ટ્રીય દિવસે ફરીથી આવવાની તક મળી રહી છે. ભારત અને મોરેશિયસ માત્ર હિંદ મહાસાગર દ્વારા જ નહીં પરંતુ સહિયારી સાંસ્કૃતિક પરંપરાઓ અને મૂલ્યો દ્વારા પણ જોડાયેલા છે. આપણે આર્થિક અને સામાજિક પ્રગતિના માર્ગમાં એકબીજાના ભાગીદાર છીએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial