Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બલુચ લિબરેશન આર્મીએ આખી ટ્રેન હાઈજેક કર્યા પછી ૨૭ વિદ્રોહીને ખતમ કર્યાનો પાક.સેનાના દાવો
ઈસ્લામાબાદ તા. ૧૨: પાકિસ્તાનની સરકાર માટે શરમજનક ઘટનાક્રમમાં આવતી ટ્રેનનુ અપહરણ કર્યા પછી હાઈજેકરોએ બલુચિસ્તાનની આઝાદીની માંગણી સાથે જો રાજકીય કેદીઓને તત્કાલ છોડી મુકવાનુ એલ્ટિમેટમ આપતા કહ્યુ છે કે સરકાર વિલંબ કરશે તો તબકકાવાર બંધકોને મારી નંખાશે. આખી રાતના ઓપરેશનમાં પાક. સેનાના ૩૦ સૈનિકો માર્યા ગયા, તો ૨૭ વિદ્રોહીઓ મરાયા હોવાના અહેવાલો છે. કેટલાક બંધકોને છોડી મુકાયા હોવાનુ પણ જાણવા મળે છે.
પાકિસ્તાનમાં બલૂચ લિબરેશન આર્મી (બીએલએ)એ જાફર એક્સપ્રેસ પર હુમલો કર્યો અને તેને હાઈજેક કરી. હવે, લગભગ ૨૪ કલાક પછી, સેનાના ઓપરેશનમાં ૨૭ બળવાખોરો માર્યા ગયા છે, અને પાક. સેનાના ૩૦ સૈનિકોને મરાયા હોવાના અહેવાલો છે.
ક્વેટાથી પેશાવર જતી આ ટ્રેનમાં લગભગ ૫૦૦ લોકો હતા. આ મુસાફરોમાં પાકિસ્તાની સૈનિકો અને પોલીસકર્મીઓનો સમાવેશ થતો હતો. બીએલએએ આમાંથી ૨૧૪ મુસાફરોને બંધક બનાવ્યા હતાં.
ન્યુઝ એજન્સી એએફપી અનુસાર ૧૫૫ બંધકોને મુકત થયા છે. આમાં ૫૮ પુરૂષો, ૩૧ મહિલાઓ અને ૧૫ બાળકોનો સમાવેશ થાય છે. બાકીના લોકોને મુકત કરવાની કામગીરી ચાલુ છે. બીજી તરફ આ બંધકોને વિદ્રોહીઓએ પોતે જ મુકત કર્યા હોવાનો દાવો કર્યો છે. બીએલએએ બંધકોને યુદ્ધકેદીઓ તરીકે વર્ણવ્યા છે, અને બદલામાં પાકિસ્તાની જેલમાં બંધ બલૂચ કાર્યકરો, રાજકીય કેદીઓ, ગુમ થયેલા વ્યકિતઓ, આતંકવાદીઓ અને અલગતાવાદી નેતાઓની બિનશરતી મુકિતની માંગ કરી છે. આ માટે બીએલએ એ મંગળવારે રાત્રે ૧૦ વાગ્યે સરકારને ૪૮ કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. બીએલએ કહે છે કે આ નિર્ણય બદલાશે નહીં.
ઉલ્લેખનિય છે કે, ગઈકાલે જાફર એક્સપ્રેસ સવારે ૯ વાગ્યે ક્વેટાથી પેશાવર જવા રવાના થઈ. સિબી પહોંચવાનો સમય બપોરે ૧.૩૦ વાગ્યાનો હતો. આ પહેલાં, બપોરે લગભગ ૧ વાગ્યે, બલુચિસ્તાનના બોલાન જિલ્લાના મશ્કાફ વિસ્તારમાં હુમલો થયો હતો. રાત્રે ૧૦ વાગ્યે ૮ કલાક પછી પણ, ટ્રેન સંપૂર્ણપણે બીએલએ લડવૈયાઓના નિયંત્રણમાં હતી.
બંધકોમાં પાકિસ્તાન આર્મી, પોલીસ, આતંકવાદ વિરોધી દળ (એટીએફ) અને ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (આઈએસઆઈ)ના એજન્ટો સામેલ છે, જેઓ પંજાબ જઈ રહૃાા હતા. વિદ્રોહીઓએ કરેલા દાવા મુજબ મહિલાઓ, બાળકો અને બલૂચ યાત્રાળુઓને છોડી દીધા છે અને ફક્ત પાકિસ્તાની સુરક્ષા દળના કર્મચારીઓને બંધક બનાવવામાં આવ્યા છે.
આ ઓપરેશનનું નેતૃત્વ બીએલએના ફિદાયીન યુનિટ અને મજીદ બ્રિગેડ દ્વારા કરવામાં આવી રહૃાું છે જેને ફતેહ સ્ક્વોડ, એસટીઓએસ અને જીરાબ ઇન્ટેલિજન્સ વિંગ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. વિદ્રોહીઓએ એલ્ટિમેટમ આપ્યુ છે કે જો અમારા વિરુદ્ધ કોઈ લશ્કરી કાર્યવાહીનો પ્રયાસ કરવામાં આવશે, તો અમે બધા બંધકોને મારી નાખીશું. આ હત્યાકાંડ માટે પાકિસ્તાની સેના જવાબદાર રહેશે.
બલુચિસ્તાનના ઘણા લોકો માને છે કે ભારત-પાકિસ્તાનના ભાગલા પછી, તેઓ એક સ્વતંત્ર દેશ તરીકે રહેવા માંગતા હતા. પરંતુ તેમની સંમતિ વિના તેમને પાકિસ્તાનમાં સામેલ કરવામાં આવ્યા. સ્વતંત્ર દેશ બન્યો નહીં અને તેથી બલુચિસ્તાનમાં સેના અને લોકો વચ્ચેનો સંઘર્ષ આજે પણ ચાલુ છે.
બીબીસીના મતે, બલુચિસ્તાનમાં આઝાદીની માંગણી કરતાં ઘણાં સંગઠનો છે પરંતુ બલુચિસ્તાન લિબરેશન આર્મી (બીએલએ) સૌથી શક્તિશાળી સંગઠન છે. આ સંગઠન ૭૦ના દાયકામાં અસ્તિત્વમાં આવ્યું હતું પરંતુ ૨૧મી સદીમાં તેનો પ્રભાવ વધ્યો છે.
બીએલએ બલુચિસ્તાનને પાકિસ્તાની સરકાર અને ચીનથી મુક્ત કરાવવા માગે છે. તેઓ માને છે કે બલુચિસ્તાનના સંસાધનો પર તેમનો અધિકાર છે. પાકિસ્તાન સરકારે ૨૦૦૭માં બલુચિસ્તાન લિબરેશન આર્મીને આતંકવાદી સંગઠન તરીકે સૂચિબદ્ધ કર્યું હતું.
આ ઘટના અંગે જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક એસપી વૈદે કહૃાું કે, પાકિસ્તાન ફરી એકવાર પતનની આરે છે. ત્યાંની સેના અને સરકારે બલુચિસ્તાન પરથી નિયંત્રણ ગુમાવી દીધું છે. સ્થાનિક સાંસદ મૌલાના ફઝલુર રહેમાને પાકિસ્તાનની સેનેટમાં નિવેદન આપ્યું છે કે રાજ્યના છ-સાત જિલ્લાઓ સંપૂર્ણપણે આતંકવાદીઓના નિયંત્રણમાં છે અને સરકારનો કોઈ નિયંત્રણ નથી.
બીએલએ એ દાવો કર્યો હતો કે બધા બંધકો આત્મઘાતી ટુકડી માજીદ બ્રિગેડની કસ્ટડીમાં હતા. ભીષણ લડાઈ ચાલુ છે, અને પાકિસ્તાની વાયુસેનાનો સામનો વિમાન વિરોધી બંદૂકોથી કરવામાં આવી રહૃાો છે. અમે દુશ્મનોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. આપણા લડવૈયાઓ સતત પોતાની સ્થિતિ મજબૂત કરી રહૃાા છે. આ સંઘર્ષમાં અમારા કોઈ લડવૈયા માર્યા ગયા ન હતા.
ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સમાં પાકિસ્તાન બીજા ક્રમે સિડની સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ દ્વારા બહાર પાડવામાં આવેલા ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ રિપોર્ટ ૨૦૨૫માં, પાકિસ્તાનને વિશ્વમાં બીજા ક્રમનો સૌથી વધુ આતંકવાદથી પ્રભાવિત દેશ તરીકે વર્ણવવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા અને બલુચિસ્તાન સૌથી વધુ આતંકવાદથી પ્રભાવિત વિસ્તારો છે. દેશભરમાં થયેલી કુલ આતંકવાદી ઘટનાઓમાંથી ૯૦% ઘટનાઓ આ વિસ્તારમાં બની હતી.
આ અહેવાલમાં સતત બીજા વર્ષે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનને પાકિસ્તાનનું સૌથી ખતરનાક આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું છે. ૨૦૨૪માં, જૂથે ૪૮૨ હુમલા કર્યા, જેમાં ૫૫૮ લોકોના મોત થયા, જે ૨૦૨૩ કરતાં ૯૧% વધુ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial