Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પરપ્રાંતીય કર્મચારીને ચોપડી દેવાયો ચૂનોઃ
જામનગર તા.૧૨ : જામનગરના મોટી ખાવડીમાં આવેલી ગ્રીન ટાઉનશીપમાં રહેતા એક પરપ્રાંતીય કર્મચારીને ખાનગી બેંકના ક્રેડીટ કાર્ડ ડિપાર્ટમેન્ટમાંથી બોલતા હોવાનું કહી દોઢ મહિના પહેલાં બે જુદા જુદા નંબર પરથી વાત કરતા શખ્સો દ્વારા રૂપિયા સાડા ચાર લાખ ઉપરાંતની ઓનલાઈન ખરીદી કરી ચૂનો ચોપડી દેવાયો હતો. આ બાબતની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
જામનગર-ખંભાળિયા રોડ પર આવેલા મોટી ખાવડી નજીક ગ્રીન ટાઉનશીપમાં સેક્ટર ૨૨/૨૧/એ માં રહેતા મૂળ દિલ્હીના જનકપુરીના વતની ગુરૂવિન્દરસિંગ કવલ નામના કર્મચારીને ગયા જાન્યુઆરી મહિનાની ૩૦ તારીખે બપોરે અજાણ્યા મોબાઈલ નંબર પરથી કોલ આવ્યો હતો.
સામા છેડે રહેલા વ્યક્તિએ આઈસીઆઈસીઆઈ ક્રેડીટ કાર્ડના ડિપાર્ટમેન્ટમાંથી બોલતો હોવાનું જણાવી ગુરૂવિન્દરસિંગ ને તેમના ક્રેડીટ કાર્ડમાં મળેલા જોઈનીંગ રિવોર્ડ પોઈન્ટ મેળવી લેવા અને તે પોઈન્ટ રીડીમ કરવામાં મદદ કરવાની વાત કરી પ્રોસેસના નામે વેબસાઈટ ખોલાવી હતી.
ત્યારપછી એક લેન્ડલાઈન નંબર પરથી બીજા શખ્સે પણ ગુરૂવિન્દરસિંગ સાથે વાત કરી માયાજાળ પાથરી હતી. તે દરમિયાન આ આસામીના ક્રેડીટ કાર્ડ પરથી ફ્લીપ કાર્ટ નામની ઓનલાઈન વેપાર કરતી પેઢી મારફત રૂ. ૪,૫૦,૨૯૮ ની રકમની બે વખત ઓનલાઈન ખરીદી કરી લેવાઈ હતી અને તેનું પેમેન્ટ ગુરૂવિન્દરસિંગના ક્રેડીટ કાર્ડમાંથી કરી નાખ્યું હતું.
પોતાની સાથે થયેલી છેતરપિંડી અંગે મેઘપર પોલીસ સ્ટેશનમાં ગુરૂવિન્દરસિંગે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બીએનએસની કલમ ૩૧૯(ર) અને ૫૪ હેઠળ ગુન્હો નોંધી બંને ફોન નંબર મેળવી તપાસ આરંભી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial