Advertisement
Author: નોબત સમાચાર

ભારતીય શેરબજારમાં પ્રત્યાઘાતી ઘટાડા બાદ ખરીદીનો માહોલ...!!

તા. ૧૯-૧૨-૨૦૨૫ ના સવારે ૧૦ કલાકે....

રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધનો અંત લાવવા અમેરિકાની પહેલ અને આ માટે ડિલ પર બન્ને દેશોની સંમતિની રાહ જોવાઈ રહી હોઈ રશિયાને શરતો માન્ય રહે છે કે નહીં એના પર નજર વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જો રશિયા આ ડિલ માટે તૈયાર નહીં થાય તો તેના પર વધુ આર્થિક પ્રતિબંધો મૂકવાની ચીમકીએ જીઓપોલિટીકલ ટેન્શનના જોખમ વચ્ચે આજે ભારતીય શેરબજાર સપ્તાહના અંતિમ કારોબારી દિવસે અંદાજીત ૫૦૦ પોઈન્ટથી વધુના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યું હતું.

સ્થાનિક સ્તરે ભારતીય રૂપિયાનું અમેરિકાના ડોલર સામે છેલ્લા કેટલાક દિવસોથી સતત થઈ રહેલું વિક્રમી ધોવાણ આજે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની દરમિયાનગીરીએ અટકતા અને છેલ્લા સાત મહિનાની સૌથી ઝડપી રિકવરી જોવાતા ભારતીય શેરબજારમાં પ્રત્યાઘાતી ઘટાડા બાદ ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૭૧%ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસશ્પી ૫૦૦ ૦.૯૩% અને નેસ્ડેક ૧.૩૭% વધીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૫% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૮૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૮૧૦ અને વધનારની સંખ્યા ૨૧૦૦ રહી હતી, ૧૭૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર માત્ર એફએમસીજી સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.

કોમોડિટી...

એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ફેબ્રુઆરી ગોલ્ડ રૂ.૧,૩૪,૦૨૧ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૩૪,૦૮૨ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૩૩,૬૮૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૭૬૨ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૧,૩૩,૭૫૯ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે માર્ચ સિલ્વર રૂ.૨,૦૨,૮૯૯ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૨,૦૩,૫૮૮ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૨,૦૨,૬૫૬ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૫૦૬ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૨,૦૩,૦૫૯ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....

ઝાયડસ લાઈફસાયન્સીસ (૯૨૨) : ફાર્માસ્યુટિકલ્સ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૯૦૯ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ. ૮૯૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૯૩૪ થી રૂ.૯૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ. ૯૪૫ ઉપર તેજી તરફી ધ્યાન...!!

ઈન્ડસઈન્ડ બેન્ક (૮૩૩) : એ/ટી+૧ ગ્રુપનો આ સ્ટોક રૂ. ૮૧૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૮૦૮ ના સપોર્ટથી આ સ્ટોક ૮૪૦ થી રૂ.૮૪૮ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!

ડાબર ઈન્ડિયા (૪૭૪) : રૂ. ૪૮૪ નો પ્રથમ તેમજ રૂ.૪૭૭ બીજા પર્સનલ કેર સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૫૦૫ થી રૂ. ૫૧૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!

એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ (૩૫૯) : ઓટો કમ્પોનન્ટ્સ ઇક્વિપમેન્ટ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૩૬૭ થી રૂ.૩૭૫ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ.૩૪૪ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!

બજારની ભાવિ દિશા.... મિત્રો, પ્રથમ અર્ધવાર્ષિક ગાળાની તીવ્ર અસ્થિરતા બાદ બજારમાં જે ઠેરાવ આવ્યો છે, તે આગળ પણ યથાવત્ રહેવાની સંભાવના છે. કોર્પોરેટ કમાણીમાં ધીમે ધીમે સુધારો, ખાસ કરીને સપ્ટેમ્બર અને ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામોમાં વૃદ્ધિ, રોકાણકારોના વિશ્વાસને મજબૂત કરશે. સાથે સાથે સરકારના મૂડી ખર્ચ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વધતા ખર્ચ અને સ્થાનિક આર્થિક પ્રવૃત્તિમાં સુધારાથી બજારને આંતરિક આધાર મળતો રહેશે. વૈશ્વિક સ્તરે મોંઘવારી અને વ્યાજદરો સ્થિર થવાની દિશામાં આગળ વધે તો વિદેશી રોકાણકારોના ભાવમાં પણ સુધારો આવી શકે છે, જે બજાર માટે વધારાનો હકારાત્મક પરિબળ સાબિત થશે.

બીજી તરફ, બજાર માટે કેટલાક જોખમ પરિબળો પણ યથાવત્ રહેશે, જેને રોકાણકારોએ ધ્યાનમાં લેવાની જરૂર છે. ભારત-અમેરિકા વેપાર સોદા અંગે હજી સ્પષ્ટતા ન હોવી, વૈશ્વિક રાજકીય તણાવ અને વિકસિત અર્થતંત્રોમાં વ્યાજદરો લાંબા સમય સુધી ઊંચા રહેવાની શક્યતા ટૂંકા ગાળે બજારમાં દબાણ ઊભું કરી શકે છે. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોની વેચવાલી ચાલુ રહે તો સૂચકાંકોમાં સમયાંતરે કરેકશન જોવા મળી શકે છે. તેમ છતાં, મજબૂત સ્થાનિક સંસ્થાકીય રોકાણ, મ્યુચ્યુઅલ ફંડમાં સતત આવક, એસઆઈપી મારફતે થતી ખરીદી અને રિટેલ રોકાણકારોની વધતી ભાગીદારી બજારને મોટાં ઘટાડાથી બચાવતી રહેશે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh