Advertisement
Author: નોબત સમાચાર

ખોડિયાર કોલોની પાસે નકલી પોલીસ બનીને આવેલા બે શખ્સની ધરપકડ

ગયા શનિવારે લૂંટી લીધી હતી રોકડઃ

જામનગર તા. ૧૧: જામનગરમાં ખોડિયારકોલોની નજીક અંધાશ્રમ બ્રિજ પાસે શનિવારે વાહનની રાહ જોઈને ઉભેલા સેતાલુસ ગામના એક યુવાનને પોલીસની ઓળખ આપી બે શખ્સે લૂંટી લીધો હતો. આ શખ્સોને એલસીબીએ દબોચી લીધો છે. આરોપી પૈકીના એક સામે અગાઉ પાંચ ગુન્હા નોંધાયા છે.

લાલપુરના સેતાલુસ ગામના રહેવાસી ભલાભાઈ અમરાભાઈ લાબરીયા ગઈ તા.૮ના દિને સેતાલુસથી દવાખાનાના કામે જામનગર આવ્યા હતા. ત્યાંથી કામ પૂર્ણ થયા પછી પરત સેતાલુસ જવા માટે ભલાભાઈ વાહનની રાહ જોઈને દિગ્જામ સર્કલ નજીક આવેલા અંધાશ્રમ પાસે પુલના ભાગ નજીક ઉભા હતા.

આ વેળાએ એક બાઈકમાં ધસી આવેલા બે શખ્સે ભલાભાઈને બોલાવ્યા પછી પોતાની ઓળખ પોલીસ તરીકેની આપી તું પીધેલો છે, તારો કેસ કરવો પડશે તેમ કહી બાઈકમાં બેસી જવા ફરમાન કર્યું હતું. ગભરાયેલા ભલાભાઈને વચ્ચે બેસાડી લઈ બાઈકચાલકો ત્યાંથી ઉપાડી ગયા હતા. તે પછી માર્ગમાં આ શખ્સોએ ભલાભાઈને ગભરાવી મૂક્યા હતા અને તે પછી ખોડિયારકોલોની સામે આવેલી નિલકમલ સોસાયટીવાળા રોડ પર ક્રિષ્ના સ્કૂલ નજીક તેઓને ઉતારી મૂકી ખિસ્સામાંથી રૂ.૯૫૦૦ રોકડા લૂંટી લીધા હતા. આ બાબતની સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી.

નકલી પોલીસ સામે અસલી પોલીસે આઈપીસી ૩૯૨ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી તપાસ આદરી હતી. જેમાં એલસીબીએ પણ ઝૂકાવ્યું હતું. પીઆઈ વી.એમ. લગારીયાના વડપણ હેઠળ પીએસઆઈ આર.કે. કરમટા, પીએસઆઈ પી.એન. મોરીની ટીમ લૂંટ તથા અપહરણના આ ગુન્હાના આરોપીઓને શોધતી હતી. જેમાં સ્ટાફના હિતેન્દ્રસિંહ, દિલીપ તલાવડીયા, સંજયસિંહ, કાસમભાઈને બાતમી મળી હતી કે, આ ગુન્હામાં સંડોવાયેલા બંને શખ્સ ખોડિયારકોલોની નજીક મહાકાળી ચોક પાસે આવ્યા છે અને અન્ય ગુન્હાને અંજામ આપવાની તૈયારી કરે છે. તે બાતમીના આધારે ધસી ગયેલી એલસીબી ટીમે રામેશ્વરનગર પાછળ નંદન પાર્કમાં રહેતા મહેશ ગોપાલભાઈ ચુડાસમા ઉર્ફે મયુર ઉર્ફે મયલા તથા રામનગરમાં રહેતા મુન્ના ઉર્ફે રાજદીપસિંહ બાબભા પરમાર નામના બે શખ્સને દબોચી લીધા હતા.

બંને શખ્સને એલસીબી કચેરીએ ખસેડી પૂછપરછ શરૂ કરાતા આ શખ્સોએ ઉપરોક્ત લૂંટ આચર્યાની કબૂલાત આપી રૂ.૯૫૦૦ કાઢી આપ્યા છે. બંનેનો કબજો સિટી સી ડિવિઝનને સોંપવામાં આવ્યો છે. આરોપી પૈકીના મહેશ ઉર્ફે મયુર સામે જામનગરમાં સિટી એ, બી, સી ડિવિઝનમાં પાંચ ગુન્હા તથા રાજકોટના થોરાળા પોલીસ મથકમાં એક ગુન્હો નોંધાયેલો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh