Advertisement
Author: નોબત સમાચાર

માનસિક બીમારીથી કંટાળી ગયેલા નગરના યુવાને ખાઈ લીધો ગળાફાંસો

ચેલામાં વૃદ્ધની અકળ કારણથી આત્મહત્યાઃ

જામનગર તા. ૧૧: જામનગરના મોમાઈનગરમાં રહેતા એક યુવાન માનસિક બીમારીથી પીડાતા હતા. આઠ વર્ષથી સારવાર લેવા છતાં સારૃં થતું ન હોવાના કારણે આ યુવાને ગઈકાલે દુપટ્ટા વડે ગાળિયો બનાવી ગળાફાંસો ખાઈ લીધો છે. જ્યારે જામનગર તાલુકાના ચેલા ગામના એક વૃદ્ધે અગમ્ય કારણથી પોતાના ઘરમાં ગળાટૂંપો ખાઈ જીવતર ટૂંકાવી લીધુ છે.

જામનગરના ગાંધીનગર વિસ્તાર પાસે મોમાઈનગરની શેરી નં.૩ નજીક માતંગવાસમાં રહેતા નારણભાઈ લાખાભાઈ દાફડા (ઉ.વ.૩૫) નામના યુવાન છેલ્લા આઠેક વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હતા. તેઓને માનસિક આરોગ્યની હોસ્પિટલમાંથી સારવાર અપાવવામાં આવતી હતી. સારવાર લેવા છતાં સારૃં થતું ન હોવાથી નારણભાઈ કંટાળ્યા હતા.

આ યુવાને ગઈકાલે બપોરથી સાંજ સુધીમાં પોતાના રહેણાંકની ઓરડીમાં લાકડાની આડીમાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. તેની જાણ થતાં ૧૦૮ને જાણ કરાઈ હતી. દોડી આવેલી એમ્બ્યુલન્સના સ્ટાફે આ યુવાનને નીચે ઉતારી ચકાસ્યા પછી મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. મૃતકના નાના ભાઈ જગદીશભાઈ દાફડાએ પોલીસને વાકેફ કરી છે. પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

જામનગર તાલુકાના ચેલા ગામમાં વસવાટ કરતા જયુભા મોડજી સોલંકી (ઉ.વ.૬૭) નામના વૃદ્ધે રવિવારની રાત્રિથી સોમવારની સવાર સુધીમાં પોતાના ઘરમાં કોઈ અગમ્ય કારણથી ગળાફાંસો ખાઈ લીધો હતો. તેની સોમવારે સવારે સાડા પાંચેક વાગ્યે પરિવારને જાણ થઈ હતી. આ વૃદ્ધને નીચે ઉતારી તપાસવામાં આવતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. મૃતકના પુત્ર કિરણસિંહ સોલંંકીએ પોલીસને જાણ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh