Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિકાસગૃહના અધિક્ષકે પોલીસને કરી જાણઃ
જામનગર તા. ૧૧: જામનગરના વિકાસગૃહમાં રહેતી બે સગી બહેનો રવિવારે રાત્રે ભેદી સંજોગોમાં લાપત્તા બની ગઈછે. વિકાસગૃહના અધિક્ષકે પોલીસને જાણ કરી છે. પોલીસે બંને તરૂણીના વર્ણન, ફોટા મેળવી તપાસ હાથ ધરી છે.
જામનગરની ડીકેવી કોલેજથી રામેશ્વરનગર તરફ જતાં કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહ રોડ પર વિકાસગૃહમાં ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વિભાગમાં રહેતી અંજલી ઉર્ફે મીરા કાનાભાઈ કારીયા (ઉ.વ.૧૭) અને પુરીબેન કાનાભાઈ કારીયા (ઉ.વ.૧૪) નામની બે તરૂણી રવિવારે ગુમ થઈ ગઈ છે.
આ બંને સગી બહેનો રવિવારે રાત્રે સાડા આઠેક વાગ્યે વિકાસગૃહમાંથી ભેદી સંજોગોમાં લાપત્તા બનતા વિકાસગૃહના અધિક્ષક સ્વીટીબેન મુકેશભાઈ જાનીએ પોલીસને જાણ કરી છે. ગુમ થનાર તરૂણી અંજલી ઉર્ફે મીરા ઉજળો વાન, મધ્યમ બાંધો ધરાવે છે. તેણીના હાથમાં ત્રિશૂલ ત્રોફાવેલું છે. છેલ્લે તેણીએ કાળા રંગનું નાઈટ પેન્ટ અને લાલ ટીશર્ટ ધારણ કરેલંુ હતું. જ્યારે પુરીબેન ઘઉંવર્ણાે વાન, પાતળો બાંધો ધરાવે છે. તેણીના હાથની આંગળી પાસે અંગ્રેજીમાં 'પી' શબ્દ ત્રોફાવેલો છે. તેણીએ પણ કાળા રંગનું નાઈટ પેન્ટ અને લીલા રંગનું ટીશર્ટ ધારણ કરેલું હતું.
ઉપરોક્ત બંને તરૂણી લાપત્તા બન્યાની નોંધ કરી પીએસઆઈ ડી.જી. રાજે તપાસ હાથ ધરી છે. તરૂણીઓ અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ ૯૪૨૮૨ ૧૪૬૮૧નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial