Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એસપીએ લક્ષ આપી સહાય તાત્કાલિક મંજૂર કરાવીઃ
જામનગર તા. ૧૧: જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મચારીનું સરકારી કામે જતી વખતે વાહન અકસ્માતમાં નિધન થયું હતું. સદ્ગતના પરિવારને પેન્શન સહિતના હક્ક-હિસ્સા મળે તે માટે એસપીએ લક્ષ આપી તેના ડોક્યુમેન્ટ્સ તૈયાર કરાવી અર્પણ કર્યા છે. તે ઉપરાંત સદ્ગતના પરિવારને એસબીઆઈની સ્કીમ મુજબ રૂ.૧ કરોડની સહાય અપાઈ છે.
જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મયુરસિંહ રણજીતસિંહનું ગઈ તા.૨૪-૧-૨૦૨૪ના દિને અકસ્માતમાં અવસાન થયું હતું. આ પોલીસ કર્મચારીનું બેંકમાં સેલેરી એકાઉન્ટ હતું. એકાઉન્ટના માધ્યમથી સદગતના પરિવારને રૂ.૧ કરોડની સહાય ચૂકવવામાં આવી છે.
સરકારી કામસર જઈ રહેલા આ પોલીસ કર્મચારીને વાહન અકસ્માત નડ્યો હતો. તે પછી તેમના પરિવારને ઝડપથી સહાય મળી શકે તે માટે એસપી કચેરીના કારકૂનોએ કુટુંબ પેન્શન કેસ તૈયાર કરી એસપી પ્રેમસુખ ડેલુને સોંપ્યો હતો. એસપીએ સદ્ગતના પરિવારને મદદ મળી શકે તે માટે ટૂંકાગાળામાં ઝડપથી તેને મંજૂર કરાવ્યા પછી કુટુંબ પેન્શન તથા અન્ય હક્ક-હિસ્સાની રકમ માટેના ડોક્યુમેન્ટ્સ સદ્ગતના પત્નીને અર્પણ કર્યા છે.
તે ઉપરાંત એસબીઆઈની પોલીસ સેલેરી એકાઉન્ટ ધારકો માટેની સ્કીમ અંતર્ગત જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા સહાય તાકીદે મંજૂર કરાવવામાં આવી હતી. તે સ્કીમ અંતર્ગત સદ્ગતના ૫ત્ની તથા બાળકોને રૂ.૧ કરોડની સહાયનો ચેક એસબીઆઈના આસી. મેનેજર સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં અર્પણ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial