Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષે પેટા ચૂંટણીમાં વિજય બનેલા પાંચ ધારાસભ્યોની કરાવી શપથવિધિ

લોકસભાની ચૂંટણી સાથે પોરબંદર, વિજાપુર, માણાવદર, ખંભાત અને વાઘોડિયાની પેટાચૂંટણી

ગાંધીનગર તા. ૧૧ (જિતેન્દ્ર ભટ્ટા દ્વારા): લોકસભાની ચૂંટણી સાથે યોજાયેલી ગુજરાત વિધાનસભાની પાંચ ખાલી બેઠકોની પેટાચૂંટણી થતા તેમાં વિજયી બનેલા પાંચ ઉમેદવારોને ધારાસભ્યપદની શપવિધિ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ સંપન્ન કરાવી હતી.

ગુજરાતના નવા ચૂંટાયેલા પ ધારાસભ્યોની શપથવિધિ થઈ છે. જેમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ શપથ લેવડાવ્યા છે. તેમાં સી.જે. ચાવડા, અર્જુન મોઢવાડિયા તથા ચિરાગ પટેલ, અરવિંદ લાડાણી અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધારાસભ્ય પદના શપથ લીધા છે, જેમાં વિધાનસભા ગૃહમાં ભાજપની કુછ સંખ્યા ર૬૧ થઈ છે.

નવા ચૂંટાયેલા પ ધારાસભ્યોની આજે શપથવિધિ થઈ છે. જેમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ શપથ લેવડાવ્યા છે. સવારે ૧૧ વાગ્યા પછી પાંચેય એમએલએ  એ શપથ લીધા છે. જેમાં અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું છે કે, વિશ્વાસ મૂક્યો તેના માટે સૌ કોઈનો આભાર, કેબિનેટ પદને લઈને અર્જુન મોઢવાડિયાનું નિવેદન છે કે પાર્ટી જે જવાબદારી સોંપશે એ કામ કરીશ. મારો સ્વભાવ નથી કે હું ક્યારેય માગુ, તેમજ અરવિંદ લાડાણીએ જણાવ્યું છે કે, ગત્ ચૂંટણી કરતા વધારે મતથી ચૂંટણી જીત્યો છું. ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યો છું. ચૂંટણીમાં ઘણાં બધા પરિબળ કામ કરે છે. મંત્રી બનવાની ઈચ્છા નથી, તેમજ પાર્ટી કહે એ કામ કરીશ.

પોરબંદર બેઠક પર ભાજપને અર્જુન મોઢવાડિયાને ટિકિટ આપી હતી. વિજાપુર બેઠક પર ભાજપે સીજે ચાવડાને ટિકિટ આપી હતી. વાઘોડિયા બેઠક પર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ભાજપે ટિકિટ આપી હતી. માણાવદાર બેઠક પર અરવિંદ લાડાણીને ટિકિટ આપવામાં આવી હતી, જ્યારે ખભાત બેઠક પર ચિરાગ પટેલને ટિકિટ આપવામાં આવી હતી. જેમાં ૭ મે ના આ પેટા ચૂંટણી યોજાઈ હતી. તેમાં વાઘોડિયા બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જીત નોંધાવી હતી. તેમને ૧,ર૭,૪૪૬ મત મળ્યા હતાં તથા પોરબંદર બેઠક પરથી અર્જુન મોઢવાડિયાની જીત થઈ હતી. મોઢવાડિયાને ૧,૩૩,૧૬૩ મત મળ્યા હતાં તથા ખંભાત બેઠક પર ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલને ૮૮,૪પ૭ મત મળ્યા હતાં, તેમજ વિજાપુર બેઠક પરથી સીજે ચાવડાનો વિજય થયો હતો. આ બેઠક પર તેમને ૧,૦૦,૬૪૧ મત મળ્યા હતાં. જેમાં માણાવદર બેઠક પર ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીને ૮ર,૦૧૭ મત મળ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh