Advertisement
Author: નોબત સમાચાર

ચંદ્રગઢ પાસે ગોળાઈમાં ત્રિપલ સવારી બાઈકને ડમ્પરની ઠોકર, એક યુવાનનું મૃત્યુ, બે ઘાયલ

ભણગોર-ધરમપુર વચ્ચે બાઈકને એસટી બસે ફંગોળ્યું: બાઈકચાલકનું મૃત્યુઃ

જામનગર તા. ૧૧: જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર ચેલા-ચંગાથી આગળ ચંદ્રગઢ ગામના પાટિયા નજીક ગઈકાલે સવારે ત્રિપલમાં જતાં એક બાઈકને સામેથી આવતા ડમ્પરે ગોળાઈમાં હડફેટે લીધુ હતું. આ અકસ્માતમાં બાઈક ચાલક તથા પાછળ બેસેલા એક યુવાનને ગંભીર ઈજા થઈ છે. જ્યારે એક યુવાનનું વધુ ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. ઉપરાંત લાલપુરના ભણગોરથી ધરમપુર પાટિયા વચ્ચે ગઈકાલે પોરબંદરના બાઈકચાલકને એસટી બસે ટક્કર મારતા કડિયાકામ માટે પોરબંદરથી લાલપુર આવેલા યુવાનનું મૃત્યુ થયું છે. લાલપુર ચોકડીથી રાજકોટ તરફના રોડ પર દસેક દિવસ પહેલાં રિક્ષાને ટક્કર મારી ડમ્પર પલાયન થઈ ગયું હતું. ઘવાયેલા રિક્ષાચાલકે પોલીસમાં ફરિયાદ કરી છે.

જામનગર-લાલપુર માર્ગ પર આવેલા ચેલા-ચંગા ગામથી આગળ આવેલા ચંદ્રગઢ ગામના પાટિયા નજીક વાવ બેરાજા ગામ તરફ જતાં રોડ પર ગઈકાલે સવારે ત્રિપલ સવારીમાં ત્રણ યુવાન એક બાઈક પર જઈ રહ્યા હતા.

આ યુવાનો જ્યારે વીજ કંપનીના સબ સ્ટેશનથી આગળ ગોળાઈ પર પહોંચ્યા ત્યારે જીજે-૨-વીવી ૭૩૭૦ નંબરનું ડમ્પર પુરપાટ ઝડપે સામેથી ધસી આવ્યું હતું. તેના ચાલકે બેદરકારીથી ડ્રાઈવીંગ કરી બાઈક સાથે અકસ્માત સર્જતા બાઈક પર જઈ રહેલા અરશીભાઈ, અરહાન તથા બાઈકચાલક અભયભાઈ ફેંકાઈ ગયા હતા. ત્રણેય યુવાનોને ગંભીર ઈજા થઈ હતી. અકસ્માતમાં અરહાન તથા અભયને ઈજા થવા પામી હતી. જ્યારે પાછળ બેસેલા અરશીભાઈ ગંભીર ઈજાના કારણે મૃત્યુ પામ્યા હતા. દોડી આવેલી એમ્બ્યુલન્સમાં ઘાયલોને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નાઘેડી ગામના વાડી વિસ્તારમાં વસવાટ કરતા અભિષેક મયુરભાઈ કેશવાલાએ પોલીસને જાણ કરી હતી. પંચકોશી-બી ડિવિઝન પોલીસે ડમ્પરચાલક સામે આઈપીસી ૩૦૪ (અ) સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.

પોરબંદર શહેરના વણકર વાસ પાસે વિજય સોસાયટીમાં રહેતા રવિભાઈ વિરમભાઈ જોડ (ઉ.વ.૩૨) નામના યુવાન ગઈકાલે સાંજે લાલપુર તાલુકાના ભણગોર ગામના પાટિયાથી ધરમપુર ગામના પાટિયા તરફ પોતાના જીજે-૨૫-એસી ૯૪૬ નંબરના બાઈકમાં પસાર થતાં હતા.

આ યુવાન પોરબંંદરથી કડિયાકામ માટે રોજ લાલપુર આવતા-જતા હતા. તે પછી ગઈકાલે સાંજે કામ પૂર્ણ થયા પછી પરત પોરબંદર જવા માટે મોટરસાયકલ પર નીકળ્યા હતા તેઓએ ભણગોરથી ધરમપુર વચ્ચે જીજે-૧૮-ઝેડ ૫૪૭૬ નંબરની એસટી બસે ઠોકર મારી પછાડ્યા હતા. રોડ પર પડી ગયેલા રવિભાઈને માથા તથા કપાળ અને કાનના ઉપરના ભાગે ગંભીર ઈજા થઈ હતી. આ યુવાનનું સારવારમાં ખસેડવામાં આવ્યા પછી મૃત્યુ નિપજ્યું છે. પોરબંદરથી દોડી આવેલા મૃતકના મોટાભાઈ કિશોરભાઈ જોડે લાલપુર પોલીસ સ્ટેશનમાં એસટી બસ ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. તેની સામે આઈપીસી ૩૦૪ (અ), ૨૭૯, ૩૩૭, ૩૩૮ તેમજ એમવી એક્ટની કલમો હેઠળ પોલીસે ગુન્હો નોંધ્યો છે.

જામનગરના ગુલાબનગર માં રામવાડીની શેરી નં.૫માં રહેતા રમેશભાઈ લાખાભાઈ બાંભવા (ઉ.વ.૪૮) નામના પ્રૌઢ ગઈ તા.૨૯ની સાંજે ચારેક વાગ્યે લાલપુર ચોકડીથી રાજકોટ તરફના રોડ પર રિક્ષા લઈને જતા હતા ત્યારે એક અજાણ્યું ડમ્પર તેઓને ઠોકર મારી દીધી હતી. ઘવાયેલા રમેશભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાંથી તેઓએ ગઈકાલે પંચકોશી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ડમ્પરચાલક સામે ગુન્હો નોંધી તેની શોધ આરંભી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh