Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાના પાંચ અને દ્વારકા જિલ્લાના અગિયાર ડેમ ખાલી

ગ્રામ્ય વિસ્તારમાં પાણીની સમસ્યા વધુઃ

જામનગર તા. ૧૧: સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. બીજી તરફ હાલારના ૧૬ જળાશયો ખાલી છે. ત્યારે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી માટે બુમરાણ ઉઠી રહી છે.

હવે ચોમાસુ ઢુંકડું છે અને લગભગ સપ્તાહમાં હાલારમા દસ્તક આપે તેવી શકયતા દર્શાવાઈ રહી છે. બીજી તરફ ઉનાળામાં દ્વારકા જિલ્લાના ૧૧ અને જામનગર જિલ્લાના પાંચ ડેમો ખાલી થઈ જતાં ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સમસ્યા ઉભી થવા પામી છે. જામનગર જિલ્લાના ર૧ માંથી પાંચ ડેમ ખાલી થયા છે જેમાં ફુલઝર-ર, આજી-૪, રંગમતી અને ઉંડ-૧ અને ર નો સમાવેશ થાય છે. જ્યારે કંકાવટી, ફોફળ ડેમમાં ચારેક ટકા જેટલું પાણી ઉપલબ્ધ છે.

તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી ૧ર માંથી ૧૧ ડેમ ખાલી છે. જેમાં સાની, ગઢડી, શેઢા ભાડથરી, સિંધણી, કબરકા અને વેરાડી-ર, મીણાસર-સોનમતિ, વર્તુ-ર વગેરે ડેમનો સમાવેશ થાય છે. જ્યારે ઘી ડેમમાં પાંચથી ૬ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

આમ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તો સ્થાનિક સ્ત્રોત ખાલી થતાં ગામડામાં દેકારો બોલી જવા પામ્યો છે. જો કે હવે માત્ર થોડા દિવસ જ તકલીફ રહેશે. કારણ કે ચોમાસાએ ગુજરાતમાં એન્ટ્રી કરી લીધી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh