Advertisement
Author: નોબત સમાચાર

'નીટ'ની પરીક્ષામાં ગેરરીતિના મુદ્દે સુપ્રિમ કોર્ટની એનટીએને નોટીસઃ તા. ૮ જુલાઈના સુનાવણી થશે

પરીક્ષા રદ્દ કરવા અને કાઉન્સિલીંગ અટકાવવાની માંગણી ફગાવતી સર્વોચ્ચ અદાલત

નવી દિલ્હી તા. ૧૧: 'નીટ'ની પરીક્ષામાં ગેરરીતિના મુદે થયેલી સંખ્યાબંધ અરજીઓના સંદર્ભે સુપ્રિમ કોર્ટે કાઉન્સિલીંગ અટકાવવા અને પરીક્ષા રદ્ કરવાની માંગણી ફગાવી દીધી છે. સાથે સાથે કડક ટિપ્પણી સાથે એનટીએને નોટીસ ફટકારી છે.

નીટ યુજી પરિણામ જાહેર થયા પછીથી વિદ્યાર્થીઓનો એટીએ સામે ગુસ્સો ભભૂક્યો છે. મેડિકલ વિદ્યાર્થીઓએ પરીક્ષાનું સંચાલન કરતી એજન્સી એનટીએ પર અનેક સવાલો ઊઠાવ્યા છે. વિદ્યાર્થીઓનું માનવું છે કે આ વખતે પરીક્ષામાં કેટલીક ગેરરીતિ જોવા મળી છે. ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે કે વિદ્યાર્થીઓને ફૂલ માર્કસ મળ્યા છે.

આ ઉપરાંત એક જ સેન્ટરમાંથી ઘણાં ટોપર્સ આવવાથી પણ નીટ શંકાના દાયરામાં આવી રહી છે, જેના કારણે વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા અને રસ્તાઓ પર વિરોધ કરી રહ્યા છે. નીટ પરીક્ષાને લઈને એનટીએ વિરૂદ્ધ સુપ્રિમ કોર્ટમાં અરજીઓનો ઢગલો થયો છે. મેડિકલ વિદ્યાર્થીઓનું આંદોલન શેરીઓથી લઈને સોશિયલ મીડિયા સુધી ચાલુ છે. આજે આ મામલે સુપ્રિમ કોર્ટમાં નીટ પરીક્ષાને લઈને સુનાવણી પણ હાથ ધરવામાં આવી હતી.

સુપ્રિમ કોર્ટે સુનાવણી દરમિયાન નીટની પરીક્ષા રદ્ કરવા અને કાઉન્સિલીંગ પર રોક લગાવવાની દલીલ ફગાવી દીધી હતી અને નોટીસ ઈસ્યુ કરીને નેશનલ ટેસ્ટીંગ એજન્સી પાસે જવાબની માગ કરી હતી. હવે આ મામલે આગામી ૮ જુલાઈએ સુનાવણી હાથ ધરાશે.

મેડિકલ વિદ્યાર્થીઓ માટે નીટ પરીક્ષા એક મોટો મુદ્દો છે. નેશનલ ટેસ્ટીંગ એજન્સી એનટીએ એ નીટ યુજીની અનિયમતતાઓને લઈને શનિવારે ૮ જૂને એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જેમાં નીટ પરિણામને લઈને ઉદ્ભવતા પ્રશ્નોના જવાબ આપવા એનટીએના મહાનિર્દેશક સુબોધ કુમારે ઘણાં પ્રશ્નોના જવાબ આપ્યા. આ પછી એનટીએ એ નીટની પુનઃપરીક્ષા અંગે કહ્યું કે તમામ વિદ્યાર્થીઓ માટે ફરીથી પરીક્ષા લેવામાં આવશે નહીં. જે ઉમેદવારોને ગ્રેસ માર્કસ આપવામાં આવ્યા છે તેમના માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિના રિપોર્ટના આધારે એક સપ્તાહ પછી નિર્ણય જાહેર કરવામાં આવશે.

આ જિસ્ટિસ વિક્રમનાથ અને અહેસાનુદ્દીન અમાનુલ્લાહની વેકેશનલ બેન્ચે આ મામલે સુનાવણી કરતા કહ્યું હતું કે, અમે આ મામલે નોટીસ ઈશ્યુ કરી છે. પરીક્ષાની ગરિમા, મર્યાદા અને પવિત્રતા પર અસર થઈ છે. અમે આ મામલે એનટીએનો પક્ષ પણ જાણવા માગીએ છીએ.

અરજીમાં ૧ હજાર પ૬૩ ઉમેદવારોને ગ્રેસ માર્કસ આપવાના નિર્ણયને પડકારવામાં આવ્યો છે. અરજીમાં પરીક્ષા રદ્ કરવાની માગ કરવામાં આવી છે. નીટ પરીક્ષામાં ૬૭ વિદ્યાર્થીઓએ ટોપ કર્યું છે. આ પરીક્ષામાં ગોટાળા સામે સોમવારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારે આજે થયેલી સુનાવણીમાં સુપ્રિમ કોર્ટે એનટી પાસે જવાબ માગ્યો છે. હવે આઠમી જુલાઈએ થનારી સુનાવણી પર સૌની નજર મંડાયેલી રહેવાની છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh