Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થતા
અમદાવાદ તા. ૧૧: ગુજરાતમાં ચોમાસાની દસ્તક અંગે હવામાન ખાતાએ આગાહી કરી છે અને ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના સાથે ગુજરાતમાં વહેલા ચોમાસાના સંકેતો આપ્યા છે.
ગુજરાતમાં આગામી ર૪ કલાકમાં ચોમાસું દસ્તક દેશે. દક્ષિણ ગુજરાતથી ગાજવીજ સાથે ચોમાસાની શરૂઆત થશે. તેમાં આજે સાબકાંઠા, અરવલ્લી, પંચમહાલ તથા દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર તથા નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારીમાં વરસાદની આગાહી છે. ગુજરાતમાં ચોમાસું વહેલું બેસવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી તેમજ જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથમાં વરસાદની આગાહી છે. રાજ્યમાં આગામી ર૪ કલાકમાં ચોમાસું દસ્તક દેશે. તેમાં દક્ષિણ ગુજરાતથી ગાજવીજ સાથે ચોમાસાની શરૂઆત થશે તેમજ આજે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે.
અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે. જેમાં સાયકલોનિક સરક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે. વરસાદને લઈ હવામાન વિભાગની આગહી મુજબ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, મહીસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, વલસાડ, નવસારી, તાપી સહિત મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. જેમાં ખાસ કરીને આણંદ, સાબરકાંઠા, ખેડા, બોટાદ, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદ સાથે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.
ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન
ગુજરાતમાં ચોમાસું વિધિવત રીતે બેસી ગયું છે અને નવસારી પહોંચ્યું હોવાના અહેવાલો આવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial