Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોંગ્રેસના સ્થાનિક નેતાના દાવાથી ખળભળાટઃ
મુંબઈ તા. ૧૧: લોકસભાની ચૂંટણીમાં મતદારોના જનચૂકાદા પછી સમીકરણો બદલાતા મહાયુતિમાં મહાભારત સર્જાયું હોવાનું જાણવા મળે છે, અને કોંગ્રેસના સ્થાનિક નેતાએ કરેલા એક નિવેદને રાજ્યકીય ક્ષેત્રે ખળભળાટ મચાવ્યો છે.
કોંગ્રેસના ધારાસભ્ય અને મહારાષ્ટ્ર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા વિજય વાડેટ્ટીવારે ગઈકાલે દાવો કર્યો હતો કે સત્તારૂઢ મહાયુતિના ઓછામાં ઓછા ૪૦ ધારાસભ્યો એક મહિનામાં મહાવિકાસ અઘાડીમાં જોડાઈ શકે છે.
મીડિયા સાથે વાતચીત દરમિયાન કોંગ્રેસના નેતા વિજય વાડેટ્ટીવારે કહ્યું હતું કે, 'મહાયુતિના ઘટક દળ શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો આગામી એક મહિનામાં 'ઘર વાપસી' માટે કોંગ્રેસ અને એનસીપી (એસપી) ના સંપર્કમાં છે.'
વાડેટ્ટીવારે કહ્યું, 'અમને વિશ્વાસ છે કે મહા વિકાસ અઘાડી-કોંગ્રેસ, શરદ પવારની એનસીપી અને ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાનું ગઠબંધન-મહારાષ્ટ્રમાં ફરી સત્તામાં આવશે.' રાજ્યમાં ર૮૮ સભ્યોની વિધાનસભા છે. લોકસભાની ચૂંટણીનો ટ્રેન્ડ દર્શાવે છે કે એમવીએ ૧પ૦ રાજ્ય વિધાનસભા સેગમેન્ટમાં આગળ હતું જ્યારે મહાયુતિએ તેમાંથી ૧૩૦ માં લીડ મેળવી હતી.
વિજય વાડેટ્ટીવારે કહ્યું કે શિવસેના અને એનસીપીના અન્ય દળના ૪૦ ધારાસભ્યોને અહેસાસ થયો કે એમવીએ સત્તામાં આવી રહ્યું છે. તે જ કારણ છે કે તેઓ તેમના પક્ષના નેતાઓને ઘરવાપસી માટે કહી રહ્યા છે. શરદ પવારની આગેવાની હેઠળના એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંતે પણ આ વાતની પુષ્ટિ કરી કે અન્ય સમૂહના કેટલાક ધારાસભ્યોએ પણ આ બાબતે સંકેતો આપેલા છે.
વિજય વાડેટ્ટીવારનું આ નિવેદન એનસીપી (એસપી) ના ધારાસભ્ય રોહિત પવાર દ્વારા કરવામાં આવેલા આવા જ દાવાના થોડા દિવો પછી આવ્યું છે. રોહિત પવારે કહ્યું હતું કે અજિત પવારની આગેવાની હેઠળના એનસીપીના લગભગ ૧૯-ર૦ ધારાસભ્યો શરદ પવારના પક્ષમાં પાછા ફરવા માગે છે, જો કે એનસીપી અને શિવસેનાના નેતાઓએ કહ્યું છે કે તેમના ધારાસભ્યો તેમની સાથે છે. તેમણે એનસીપી (એસપી)-કોંગ્રેસના દાવાઓને ફગાવી દીધા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial