Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા નજીક કુરંગા પાસે બેકાબુ મોટરે સર્જેલા અકસ્માતમાં એકનું મૃત્યુ

અન્ય સાત વ્યક્તિ સારવારમાં ખસેડાયાઃ

જામનગર તા. ૧૧: ભાટિયાથી દ્વારકા તરફના કુરંગા ગામ પાસે રવિવારે રાત્રે પુરપાટ ઝડપે ધસી આવી એક મોટરે કુરંગા ગામની ખાનગી કંપનીમાંથી છૂટેલા અને વાહનની રાહ જોઈને સાઈડમાં ઉભેલા આઠેક જેટલા કર્મચારીને હડફેટે લીધા હતા. તેમાંથી એક શ્રમિકનું ગંભીર ઈજા થવાના કારણે મૃત્યુ નિપજ્યું છે. જ્યારે સાતને ઈજા થઈ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયાથી દ્વારકા તરફ જવાના ધોરીમાર્ગ પર આવેલા કુરંગા ગામ પાસેથી રવિવારે રાત્રે અગિયારેક વાગ્યે જીજે-૩૫-એન ૪૨૯૫ નંબરની મારૂતી કંપનીની અર્ટીગા મોટર પુરપાટ ઝડપે પસાર થઈ હતી. આ મોટરના ચાલકે ફિલ્મી ઢબે ડ્રાઈવીંગ કરી અકસ્માત સર્જયો હતો. કુરંગા ગામ પાસે આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરતા નંદાણા ગામના રાયદેભાઈ વજસીભાઈ સુવા, ધવલસિંહ સુમણીયા તેમજ અન્ય કામદારો પોતપોતાના ગામે જવા માટે વાહનની રાહ જોઈને ઉભા હતા.

આ વેળાએ પુરપાટ ધસી આવેલી મોટરે સાઈડમાં ઉભેલા કામદારોને હડફેટે લીધા હતા. જેમાં ગંભીર ઈજા થતાં ધવલસિંહનું મૃત્યુ નિપજ્યું હતું. રાયદેભાઈ સહિતના સાતેક વ્યક્તિ પણ મોટરની ઠોકરે ચઢી ગયા હતા. ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા આ વ્યક્તિઓને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા છે. ગઈકાલે રાયદેભાઈએ દ્વારકા પોલીસ મથકમાં મોટર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૩૦૪ (અ) સહિતની કલમો હેઠળ મોટરચાલક સામે કાર્યવાહી હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh