Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાંથી નવા ચૂંટાયેલા ૬ સાંસદને મળ્યા મહત્ત્વના ખાતા

ગુજરાતની વિધાનસભાએ ચૂંટેલા બે બિનગુજરાતી સહિત

જામનગર તા. ૧૧: ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા મંત્રીઓને શપથ લેવડાવ્યા તેમાં ગુજરાતની પબ્લિકે ચૂંટેલા ૪ અને ગુજરાત વિધાનસભાએ ર સાંસદોને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે અને મહત્ત્વના ખાતા પણ મળ્યા છે, તેથી કેન્દ્રમાં ગુજરાતન દબદબો જળવાઈ રહ્યો છે.

વારાણસીના સાંસદ હોવા છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો ગુજરાતી જ છે. જય-વીરની જોડી જેવી રાષ્ટ્રીય રાજનીતિની કેટલીક જોડીઓમાં મોદી-શાહની જોડી પણ અગ્રતાક્રમે છે. અમિતભાઈ શાહને પણ કેન્દ્રિય ગૃહમંત્રી તરીકે ફરીથી જવાબદારી સોંપાઈ છે.

એસ. જયશંકર અને જે.પી. નડ્ડા પણ હવે ગુજરાતી બની ગયા ગણાય, કારણ કે તેઓ ગુજરાત વિધાનસભા દ્વારા રાજ્યસભામાં ચૂંટાયા છે. તેથી તેઓ કેન્દ્ર સરકારમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, તે પૈકી એસ. જયશંકરને અમિતભાઈ શાહની જેમ જ તેમની પાસે ગત્ ટર્મમાં હતું તે જ વિદેશખાતુ ફાળવાયું છે.

જે.પી. નડ્ડાને આરોગ્ય, રસાયણ અને ફર્ટિલાઈઝર મિનિસ્ટર બનાવાયા છે, જ્યારે પોરબંદરના ચૂંટાયેલા મનસુખ માંડવિયાને શ્રમ-રોજગાર અને યુવા-રમતગમત મંત્રી બનાવાયા છે. સી.આર. પાટીલને જળશક્તિ વિભાગ સોંપાયો છે, જ્યારે નિમુબેન બાંભણિયાને ગ્રાહકોને લગતી બબતો, પીડીએસ અને ખાદ્ય વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી બનાવાયા છે

ગુજરાતે લોકસભામાં આ વખતે રપ સાંસદો આપ્યા છે અને રાજ્યસભામાં પણ રાષ્ટ્રીય કક્ષાના દિગ્ગજો ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. વડાપ્રધાન ઉપરાંત દેશના ગૃહમંત્રી, વિદેશમંત્રી, આરોગ્ય મંત્રી, શ્રમ-રોજગાર મંત્રી-જળ મંત્રી અને ખાદ્ય રાજ્યમંત્રી પણ ગુજરાતના છે. ગુજરાત પાસે આખા દેશના નેતૃત્વની સાથે સાથે ગૃહ, સહકાર, આરોગ્ય, રસાયણ, ખાતર, જળશક્તિ, શ્રમ, રોજગાર, યુવા બાબતો, રમતગમત, વિદેશ વિભાગ, ગ્રાહકોને લગતી બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ વ્યવસ્થા જેવા ટોપ ટુ બોટમ મહત્ત્વપૂર્ણ ખાતાઓ છે, ત્યારે કેન્દ્રમાં ગુજરાતનો ડંકો વાગી રહ્યો છે, તેવું ગૌરવ ન લઈ શકાય? જય જય ગરવી ગુજરાત...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh