Advertisement
Author: નોબત સમાચાર

ન્યૂ સાધના કોલોનીના અસરગ્રસ્ત રહીશો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરો

જામનગરના મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજૂઆતઃ

જામનગર તા. ૧૧ : જામનગરની ન્યૂ સાધના કોલોનીના રહેવાસીઓ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા આપવા મ્યુનિ. કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

જામનગરની ન્યૂ સાધના કોલોની વિસ્તારમાં મહાનગર પાલિકા તથા હાઉસિંગ બોર્ડની ટુકડી એ બે અતી જર્જરીત ફલેટને તોડી પાડ્યા હતા અને ડિમોલિશન હાથ ધર્યું હતું. જેમાં રહેવાસીઓ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા મ્યુનિ. કમિશનર સમક્ષ રજુઆત કરી છે.

હજુ પાંચ બિલ્ડીંગ અતી જર્જરીત હોવાથી તેને પણ ખાલી કરાવવા માટેની ગતિવિધિ ચાલી રહી છે. દરમિયાન પરમદિવસ રાત્રે સાધના કોલોની વિસ્તારમાં વસવાટ કરતાં લોકોનું એસોસિએશન એકશનમાં આવ્યું હતું અને ગઈ રાત્રે સાધના કોલોની વિસ્તારમાં સ્થાનિક રહેવાસીઓની મિટિંગ યોજાઈ હતી. જેમાં વૈકલ્પિક વ્યવસ્થા આપવા માટે જિલ્લા કલેકટર તેમજ મહાનગર પાલિકાના કમિશનરને રજુઆત કરવા જવાનું નક્કી કરાયું હતું, જેના અનુસંધાને ગઈકાલે બપોરે બાર વાગ્યે સૌપ્રથમ સ્થાનિકો રેલી સ્વરૂપ મહાનગરપાલિકામાં પહોંચ્યા હતા પોતાને હાલમાં રહેવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા આપવા માટેની માંગણી કરવામાં આવી હતી.

જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખાની ટુકડીએ શનિવારે બે અતિ ભયજનક બિલ્ડીંગમાં ડિમોલીશન કરી નાખ્યું છે. જ્યારે અન્ય પાંચ બિલ્ડીંગ અતિ જર્જરીત હોવાથી તેમાં રહેતા રહેવાસીઓને જગ્યા ખાલી કરી દેવા માટેની સૂચના અપાઈ છે, પરંતુ હજુ ૯ ફલેટ ધારકોએ જગ્યા ખાલી કરી ન હોવાથી તેને ફરીથી તાકીદ કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં તે જર્જરીત બિલ્ડીંગોને પણ દૂર કરવાની કાર્યવાહી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાશે તેમ જાણવા મળી રહ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh