Advertisement
Author: નોબત સમાચાર

મોજપના દરિયાકાંઠેથી ચાલીસ લાખની કિંમતનો બિનવારસુ ડ્રગ્સનો જથ્થો મળ્યો

નશીલા દ્રવ્ય ઝડપાવાનો સીલસીલો યથાવત

દ્વારકા તા. ૧૧ : દ્વારકાનો દરિયાકાંઠો જાણે નશીલા દ્રવ્યો - ડ્રગ્સના લેન્ડીંગ તથા હેરફેર માટે મોકળું મેદાન હોય તેવી ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે.

દ્વારકાના દરિયાઈ વિસ્તારમાં આજે પણ મોજપના દરિયા કાંઠેથી રૂપિયા         ચાલીસ લાખની કિંમતનો નશીલા દ્રવ્યો (ડ્રગ્સ) નો જથ્થો વધુ એક વખત "બીનવારસુ" હાલતમાં મળી આવતા મીઠાપુર પોલીસે તપાસ હાથ ધરી છે.

દરિયાકાંઠે સરકારની વિવિધ એજન્સીઓ દ્વારા ચોવીસ કલાક પેટ્રોલીંગ અને સદન સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં વારંવાર નશીલા દ્રવ્યોનો જથ્થો અહીં કેવી રીતે ઠલવાય છે તેવો પ્રશ્ન ઉઠવા પામ્યો છે. એટલું જ નહીં મોટાભાગના કિસ્સામાં હેરફેર કરનારા ડ્રગ્સ માફિયાઓ હાથમાં આવ્યા નથી અને માત્ર બીનવારસુ જથ્થો જ મળે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh