Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેન્દ્રિય નાણામંત્રાલયે રૂ. ૧,૩૯,૭પ૦ કરોડનો ટેક્સ ડિવોલ્યુશન ફાળવતા
નવી દિલ્હી તા. ૧૧: નવી સરકાર બેસતા જ ગુજરાતને ૪૮૬૦ કરોડની ફાળવણી થઈ છે, જ્યારે વધુ ફાળવણી ટેક્સ ડિવોલ્યુશન અંતર્ગત કરી છે.
કેન્દ્રમાં સતત ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સરકાર બની છે. તમામને મંત્રીમંડળ ફાળવી દેવામાં આવ્યા છે. નાણામંત્રાલયની જવાબદારી એકવાર ફરી નિર્મલા સીતારમણને આપવામાં આવી છે. વિભાગની ફાળવણી પછી નાણામંત્રાલયે મોટો નિર્ણય લેતા રાજ્યોને રૂ. ૧,૩૯,૭પ૦ કરોડનો ટેક્સ ડિવોલ્યુશન જારી કર્યો છે. જે અંતર્ગત સૌથી વધુ રકમ ઉત્તરપ્રદેશને આપવામાં આવી છે, જ્યારે ગુજરાતને રૂ. ૪૮૬૦.પ૬ કરોડ ફાળવવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકાર દ્વારા ટેક્સ ડિવોલ્યુશન હેઠળ જારી ફંડમાં ઉત્તરપ્રદેશને સૌથી વધુ રપ,૦૬૯.૮૮ કરોડ ફાળવવામાં આવ્યા છે, જ્યારે બિહારને રૂ. ૧૪,૦પ૬.૧ર કરોડ ટ્રાન્સફર કર્યા છે. આ લિસ્ટમાં સૌથી વધુ ફંડ મેળવવામાં ત્રીજા નંબરે મધ્યપ્રદેશ છે. જેને રૂ. ૧૦,૯૭૦.૪૪ કરોડ ફાળવાયા છે.
વચગાળાના બજેટ ર૦ર૪-રપ માં રાજ્યોના ટેક્સ ડિવોલ્યુશન માટે કુલ રૂ. ૧ર,૧૯,૭૮૩ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. આ અંગે નાણામંત્રાલયે જણાવ્યું હતું કે, જૂન ર૦ર૪ માટે ડિવોલ્યુશનની રકમ નિયમિત જારી કરવા ઉપરાંત વધારાનો એક હપ્તો પણ જારી કરવામાં આવશે. રાજ્યો વિકાસ અને મૂડીગત ખર્ચ સંદર્ભે આ રકમનો ખર્ચ કરશે. વધારાનો હપ્તો ફાળવવાની સાથે ૧૦ જૂને રાજ્યોની કુલ ડિવોલ્યુશન રૂ. ર,૭૯,પ૦૦ કરોડ (ર૦ર૪-રપ) છે.
નાણામંત્રાલયે ટેક્સ ડિવોલ્યુશન અંતર્ગત પશ્ચિમ બંગાળને રૂ. ૧૦,પ૧૩.૪૬ કરોડ, મહારાષ્ટ્રને રૂ. ૮૮ર૮.૦૮ કરોડ, રાજસ્થાનને રૂ. ૮૪ર૧.૩૮ કરોડ, ઓડિશાને રૂ. ૬૩ર૭.૯ર કરોડ અને ગુજરાતને ૪૮૬૦.પ૬ કરોડ ફાળવ્યા છે. ઝારખંડને રૂ. ૪૬ર૧.પ૮ કરોડ, કર્ણાટકને રૂ. પ૦૯૬.૭ર કરોડ પંજાબને રૂ. રપરપ.૩ર કરોડ, હિમાચલ પ્રદેશને રૂ. ૧૧પ૯.૯ર કરોડ, કેરળને રૂ. ર૬૯૦.ર૦ કરોડ, મણિપુરને રૂ. ૧૦૦૦.૬૦ કરોડ અને મેઘાલયને રૂ. ૧૦૭૧.૯૦ કરોડ ફાળવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial