Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં હથિયાર બંધી

મોહરમના તહેવારને અનુલક્ષીને

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫: આગામી દિવસોમાં મહોરમનો તહેવાર આવનાર છે, જેને ધ્યાને લઈને જામનગર જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે સમગ્ર જિલ્લામાં આગામી તા. ૩-૭-૨૬ સુધી હથિયાર બંધી જાહેર કરવામાં આવી છે.

આ સમયગાળા સુધી કોઈપણ વ્યક્તિએ શસ્ત્ર, દંડા, તલવાર, ભાલા, ધોકા, છરી, લાકડી, લાઠી તેમજ શારીરિક ઈજા પહોંચાડી શકે તેવા કોઈપણ પ્રકારના સાધન, કોઈપણ પ્રકારના ક્ષયકારી અને સ્ફોટક દારૂગોળો જેવા પદાર્થો, પથ્થરો કે ફેંકી શકાય તેવી વસ્તુઓ, ધકેલવાના યંત્રો, મનુષ્ય અથવા તેના શબ, આકૃતિઓ કે પૂતળા દેખાડવા કે બાળવા, અપમાન કરવાના અથવા જાહેર કરવાના ઈરાદાથી જાહેરમાં બીભત્સ સૂત્રો પોકારવા, ગીતો ગાવા, ટોળામાં ફરવું, પરવાનેદાર હથિયાર ધારકોએ હથીયાર સાથે શોપિંગ મોલ, સિનેમા હોલ, અને એમ.પી. શાહ મ્યુનિ. ટાઉનહોલમાં પ્રવેશ કરવો, આવી તમામ પ્રવૃત્તિઓ પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.એમ. કાથડ જામનગર દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

આ જાહેરનામાનો ભંગ કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૧૩૫(૧) મુજબ દંડની સજા, ઓછામાં ઓછા ૪ મહિનાની અને વધુમાં વધુ ૧ વર્ષની કેદની સજા થઈ શકશે.

આ જાહેરનામું ફરજ પરના અધિકારીઓ, કર્મચારીઓ, હોમગાર્ડઝ, ગ્રામ રક્ષકદળના સભ્યો જેઓને ફરજ નિમિત્તે હથિયાર રાખવાની આવશ્યકતા હોય, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, જેઓ હથિયાર ધરાવતા હોય, શારીરિક અશક્તિને કારણે લાઠી રાખવાની પરવાનગી હોય, પોલીસ સબ ઈન્સ્પેકટર ઉતરતા દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારીઓ પોતાના લગ્ન પ્રસંગે તલવાર રાખેલ વરરાજા, યજ્ઞોપવિત અપાતું હોય તેવા બળવાઓએ દંડ રાખેલા હોય, પોલીસ અધિક્ષક અથવા તેમણે નિયુક્ત કરેલા અધિકારી કાયદેસરની પરવાનગી મેળવેલી હોય અને કિરપાણ રાખેલા શીખોને લાગુ પડશે નહીં. તેમ જાહેરનામામાં જણાવાયુ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh