Advertisement
Author: નોબત સમાચાર

વેનેઝુએલાના રાષ્ટ્રપતિ દ્વારા જામનગર આર.ટી.ઓ.માં વૃક્ષારોપણ

મહામહિમ ડેલ્સી રોડ્રિગ્ઝનું એરપોર્ટ પર મહાનુભાવો દ્વારા સ્વાગત

                                                                                                                                                                                                      

બોલિવેરિયન રિપબ્લિક ઓફ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ મહામહિમશ્રી ડેલ્સી રોડ્રિગ્ઝ ગઈકાલે જામનગરની મુલાકાતે પધાર્યા હતાં., ત્યારે તેઓનું જામનગર એરપોર્ટ પર આગમન થતાં મહાનુભાવોએ ઉષ્માભેર તેમનું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિના સ્વાગતમાં જામનગરના મેયર મોનિકા વ્યાસ, જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યા, વેનેઝુએલામાં ભારતના રાજદૂત પી.કે. અશોક બાબુ, જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની વગેરે ઉપસ્થિત રહૃાા હતા. ત્યારબાદ રાષ્ટ્રપતિએ જામનગર આર.ટી.ઓ. (પ્રાદેશિક વાહન વ્યવહાર વિભાગની કચેરી)માં ''વિશ્વ પર્યાવરણ દિન''ના અવસરે વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. વૃક્ષો માત્ર પર્યાવરણનું સંતુલન જાળવવામાં જ નહીં, પરંતુ માનવજીવનને શુદ્ધ હવા, છાંયો અને કુદરતી સંસાધનો પ્રદાન કરવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ કાર્યક્રમમાં જામનગરના નાયબ વન સંરક્ષક અરુણ કુમાર તથા અન્ય અધિકારીઓ સહભાગી થયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh