Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ક્રુડ, મોંઘવારી, વ્યાજદરોના કારણે ગઈકાલથી
મુંબઈ તા. ૬: વૈશ્વિક અને ઘરેલુ કારણોસર આજે સવારે જ સોના-ચાંદીની કિંમતો ધરાશાયી થઈ ગઈ છે.
સોના અને ચાંદીમાં રોકાણ કરનારાઓ માટે શુક્રવારનો કારોબારી સત્ર અત્યંત આંચકાજનક સાબિત થયો હતો. વૈશ્વિક સ્તરે વ્યાજ દરો અંગે વધતી ચિંતા, ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ અને મોંઘવારીની આશંકાઓ વચ્ચે ભારતીય કોમોડિટી માર્કેટ પર સોના-ચાંદીના ભાવમાં ક્યારેય ન જોયો હોય તેવો મોટો કડાકો નોંધાયો છે. વૈશ્વિક દબાણને કારણે સ્થાનિક બજારમાં કિંમતી ધાતુઓ એકઝાટકે નીચે ગબડી પડી છે.
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએકસ) પર શુક્રવારે રાત્રિના ટ્રેડિંગ દરમિયાન સોના અને ચાંદીમાં ભારે વેચવાલી જોવા મળી હતી.
સોનાની સ્થિતિઃ ઓગસ્ટ ડિલિવરી વાળું સોનું ૨.૬૨% એટલે કે રૂ।. ૪૧૭૩ તૂટીને રૂ।. ૧૫૫૩૧૩.૦૦ ના દિવસના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયું હતું. સમાચાર લખાવા સુધી તે ૨.૬૯% ના ઘટાડા સાથે રૂ।. ૧૫૫૨૫૦.૦૦ પ્રતિ ૧૦ ગ્રામ પર ટ્રેડ થઈ રહૃાું હતું, જેમાં દિવસ દરમિયાન ઊંચી સપાટી રૂ।. ૧૫૮૫૯૮.૦૦ અને નીચી સપાટી રૂ।. ૧૫૫૨૪૫.૦૦ નોંધાઈ છે.
ચાંદીની સ્થિતિઃ ચાંદીના રોકાણકારો માટે આ કડાકો બહુ મોટો હતો. જુલાઈ ડિલિવરી વાળી ચાંદી ૫.૮૮% એટલે કે એકઝાટકે રૂ।. ૧૫૮૮૭ ના ઘટાડા સાથે રૂ।. ૨૪૮૯૦૯.૦૦ ના લો લેવલ પર આવી ગઈ હતી. મોડી રાત્રે તે ૫.૯૩% ના ઘટાડા સાથે રૂ।. ૨૪૯૧૦૦.૦૦ પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થતી જોવા મળી હતી. દિવસ દરમિયાન ચાંદીનો હાઈ લેવલ રૂ।. ૨૬૧૮૯૨.૦૦ રહૃાો હતો.
સોના-ચાંદીમાં આવેલા આ ભયાનક ભૂકંપ પાછળ અમેરિકાના આર્થિક આંકડા જવાબદાર છે. યુએસ લેબર ડિપાર્ટમેન્ટ (બીએલએસ) દ્વારા શુક્રવારે સાંજે જારી કરાયેલા અહેવાલ મુજબ, અમેરિકામાં મે મહિના દરમિયાન નોન-ફાર્મ પેરોલ્સ (એનએફ૫ી) એટલે કે રોજગારની સંખ્યામાં ૧,૭૨,૦૦૦ નો મોટો વધારો થયો છે. બજારના વિશ્લેષકો માત્ર ૮૫,૦૦૦ નવી નોકરીઓની આશા રાખીને બેઠા હતા, પરંતુ વાસ્તવિક આંકડો તેનાથી બમણો આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial