Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વચ્ચે પડનાર જેઠ તથા મહિલાને માર પડ્યોઃ
જામનગર તા. ૬: જામનગરના ઠેબા ગામમાં ગઈકાલે એક પરિવારના ઘેર જઈ દંપતીએ મારકૂટ કરી હતી. કૌટુંબિક જેઠ-જેઠાણી થતાં હુમલાખોરો સામે મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર આવેલા ઠેબા ગામમાં વસવાટ કરતા ક્રિષ્નાબેન મનમીતભાઈ પીઠડીયા નામના દરજી પરિણીતાના સસરા હરીશભાઈનું થોડા દિવસ પહેલાં અવસાન થયા પછી તેઓની ઉત્તરક્રિયા રાખવામાં આવી હતી. તે માટે વેજીબેન નામના વૃદ્ધા ક્રિષ્નાબેનના ઘરે આવ્યા હતા.
ગઈકાલે બપોરે જીતુભાઈ મહેશભાઈ પીઠડીયા, જયોતિબેન જીતુભાઈ પીઠડીયા નામના પતિ-પત્ની ક્રિષ્નાબેનના ઘેર આવ્યા હતા. કૌટુંબિક જેઠ-જેઠાણી થતાં આ વ્યક્તિઓએ મનમીતભાઈ સાથે ઝઘડો કર્યા પછી તેને માર મારવાનું શરૂ કર્યું હતું. ઘરમાં હાજર ઉદયભાઈ પીઠડીયા પોતાના ભાઈને બચાવવા વચ્ચે પડ્યા હતા. તેથી તેમને પણ ઈજા પહોંચાડવામાં આવી હતી. ક્રિષ્નાબેનને પેટમાં લાત ઝીંકી દેવામાં આવી હતી. ઈજા પામેલા ક્રિષ્નાબેનને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાંથી તેઓએ મોડીરાત્રે જીતુભાઈ તથા જયોતિબેન સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial