Advertisement
Author: નોબત સમાચાર

બે નંબરનું વીજ ફીડર વ્યવસ્થિત થયું ત્યાં એક નંબરના ફીડરમાં લાઈટ ગુલ!

એક સાંધો... ત્યાં તેર તૂટે...!

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૬: ખંભાળિયા શહેરમાં વીજતંત્ર માટે 'એક સાંધો ત્યાં તેર તૂટે' જેવી સ્થિતિ છ. ઉનાળાની કાળઝાળ ગરમીના કારણે વીજળીની માંગ વધતી જ હોય છે, ત્યારે સંભવિત ઓવર લોડની સ્થિતિ ન સર્જાય તે માટે આગોતરૂ આયોજનના અભાવના કારણે જુદા જુદા વિસ્તારના વીજફીડરોમાં કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાઈ જવાના બનાવો વધી રહ્યા છે.

હજી તો એક દિવસ પહેલા જ વીજતંત્રએ બે નંબરના ફીડરના વિસ્તારમાં હેવી ક્ષમતાનું નવું ટ્રાન્સફોર્મર નાંખી સમસ્યા હળવી કરી, ત્યાં તો એક નંબરના ફીડરમાં જમ્પર ઊડી ગયું! જેના કારણે રામનાથ વિસ્તારમાં ઉકળાટ અને બફારામાં રાત્રે વીજપુરવઠો ખોરવાઈ જવાથી આ વિસ્તારના લોકોમાં ભારે રોષ ફેલાયો હતો અને અનેક લોકો ઘરની બહાર નીકળી ગયા હતાં તેમજ વીજ કચેરીએ થોકબંધ ફરિયાદો થઈ હતી.

જો કે હવે... વીજતંત્રએ ઓવરલોડ થવાના કારણે ગ્રામ્ય ફીડર જ્યાં ઓછી માગ હોય ત્યાં લોડ ડાયવર્ટ કરવાના પ્રયાસો હાથ ધર્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh