Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની યુવતીને બદનામ કરતું લખાણ તથા ફોટા વાયરલ કરનારનો થયો છૂટકારો

છત્તીસગઢ રાજ્યના શખ્સ સામે નોંધાયો હતો ગુન્હોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: જામનગરની એક યુવતીએ છત્તીસગઢ રાજ્યમાં રહેતા યુવક સાથેની સગાઈ તોડતા આ યુવતીના કેટલાક ફોટા અને વાંધાજનક લખાણને ઈન્સ્ટાગ્રામ પર મૂકી દઈ તેણીને બદનામ કરવાનો પ્રયાસ કરાયો હતો. પોલીસે આ શખ્સ સામે ગુન્હો નોંધ્યો હતો. તે કેસ ચાલી જતાં આરોપીનો છૂટકારો થયો છે.

જામનગરના એક વિસ્તારમાં વસવાટ કરતી યુવતી સાથે વર્ષ ૨૦૨૧માં છત્તીસગઢના દુર્ગ જિલ્લાના રણજીતપાલ જગદેવ ગડરીયાની સગાઈ નક્કી થઈ હતી. તે પછી બંને વચ્ચે ફોન પર વાતચીત થતી રહેતી હતી. તે દરમિયાન આ યુવતીએ વાત કરવાનું બંધ કરતા રણજીતપાલે તેણીને તથા માતા-પિતાને ગાળો ભાંડી હતી.

આ કૃત્યથી હેબતાયેલા નગરના પરિવારે યુવતીની સગાઈ ફોક કરી હતી તેથી રણજીતપાલે આ યુવતીને બદનામ કરવા ઈન્સ્ટાગ્રામ પર તેણીના ફોટા તથા વાંધાજનક લખાણ વાયરલ કર્યા હતા તેથી પોલીસમાં ફરિયાદ કરાઈ હતી.

ઉપરોક્ત ગુન્હામાં પોલીસે આરોપી રણજીતપાલ ગડરીયાની ધરપકડ કરી હતી. ઉપરોક્ત કેસ ચાલી જતા અદાલતે આરોપી રણજીતપાલ ગડરીયાનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ જયન ગણાત્રા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh