Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડમાં વકીલની થયેલી હત્યાના કેસમાં જેલહવાલે આરોપીની જામીન અરજી નામંજૂર

ગયા વર્ષે સામાન્ય બાબતમાં થઈ હતી હત્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: કાલાવડમાં એક વર્ષ પહેલાં થયેલી વકીલની હત્યાના કેસમાં સંડોવાયેલા બે આરોપીની ધરપકડ કરાઈ હતી. જેલહવાલે રહેલા આરોપીમાંથી એક આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી અદાલતે નકારી છે.

કાલાવડમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરતા ઈમ્તિયાઝભાઈ કેસરભાઈ દોઢીયા પર ગઈ તા.૧૩-૬-રપના દિને છરી વડે વૈભવ ચાવડા, યોગેશ ભીખાલાલ પરમાર નામના શખ્સોએ હુમલો કર્યાે હતો. ઈમ્તિયાઝભાઈના ભાઈ આસીફ દોઢીયા વચ્ચે પડ્યા હતા. હુમલામાં ઈમ્તિયાઝભાઈને ગંભીર ઈજા થયા પછી તેઓનંુ મૃત્યુ નિપજ્યું હતું.

આ બાબતની આસીફભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા હત્યાનો ગુન્હો નોંધી પોલીસે આરોપી વૈભવ તથા યોગેશ પરમારની ધરપકડ કરી હતી. જેલહવાલે થયેલા આરોપીમાંથી યોગેશ પરમારે જામીનમુક્ત થવા અદાલતમાં અરજી કરી હતી. તેની સામે સરકારી વકીલ રાજેશ વશીયરે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે આરોપીની અરજી ફગાવી દીધી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh