Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચઢત હપ્તા માટે આપેલા ચેકના કેસમાં સજાઃ
જામનગર તા. ૬: જામનગરના એક આસામીએ ખાનગી પેઢી પાસેથી રૂ।.૧ લાખનું ધિરાણ મેળવી ચઢત હપ્તા પેટે રૂ।.૮૯૦૧૦નો ચેક આપ્યો હતો. તે ચેક પરત ફર્યાની ફરિયાદમાં અદાલતે આરોપીને એક વર્ષની સજા ફટકારી છે. જ્યારે રાજકોટના એક આસામીને રૂ।.સવા સાત લાખના બે ચેક પરત ફરવાના કેસમાં અદાલતે એક વર્ષની સજાનો હુકમ કર્યાે છે.
જામનગરના વ્રજલાલ ભીમજીભાઈ મકવાણા નામના આસામીએ રૂ।.૧ લાખનું ધિરાણ ડિલીંગ બેનીફિશિયલ ફાયનાન્સિયલ સર્વિસ પાસેથી મેળવ્યા પછી દર મહિને તેના હપ્તાની ચૂકવણી કરવાની હતી. તે હપ્તા ચઢત થઈ જતાં વ્રજલાલ મકવાણાએ રૂ।.૮૯૦૧૦નો ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા તેઓની સામે અદાલતમાં ફરિયાદ કરાઈ હતી. આ કેસ ચાલી જતાં અદાલતે એક વર્ષની કેદ અને ચેકની રકમ વળતર પેટે ચૂકવી આપવાનો આરોપી વ્રજલાલ ભીમજીભાઈ મકવાણાને હુકમ કર્યાે છે. પેઢી તરફથી વકીલ અશ્વિન બારડ રોકાયા હતા.
જામનગરમાં ખેતી તથા કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા કરશનભાઈ પબાભાઈ રાવલીયા પાસેથી રાજકોટના દેવાંગ ચંદુભાઈ પટેલે રૂ।.સવા સાત લાખ હાથઉછીના લઈ ચૂકવણી માટે બે ચેક આપ્યા હતા. તે ચેક પરત ફરતા અદાલતમાં ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં આરોપી દેવાંગ ચંદુભાઈ પટેલને એક વર્ષની કેદ તથા ચેકની રકમનો દંડ કરવામાં આવ્યો છે. ફરિયાદી તરફથી વકીલ જયદીપસિંહ જાડેજા, સંજય દાઉદીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial