Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૨૩૦૦ હેકટર જમીનને સિંચાઈઃ ૪૦ હજાર લોકોને પીવાનું પાણી મળશે
ખંભાળીયા તા. ૬: સલાયા અને ગોઈંજ વચ્ચે જ્યાં હાલ કોઝવે આવેલ છે, આ કોઝવેમાં ઘી નદી અને હાપી નદીના જળ ભરાઈ અને દરિયામાં ભરી જાય છે. આ જળને અટકાવવા અને વિસ્તારના ભૂગર્ભ જળસ્તરને ઊંચા લાવવા તથા સમુદ્રના પાણીને રિવર્સ આવતું અટકાવવા રાજ્ય સરકાર દ્વારા ન્યૂ સલાયા બંધારા યોજના માટે ૬૭ કરોડ રૂપિયાના ખર્ચને સૈધાંતિક રીતે મંજૂરી આપી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં રાજાશાહી સમયનો બનેલો ઘી ડેમ ઓવરફ્લો થતાં પ્રતિ વર્ષ લાખો લીટર મીઠું પાણી દરિયામાં વહી જતું હોય, ન્યુ સલાયા બંધારા યોજના મંજુર થઈ છે, ઘી નદી તથા હાપી નદીનું પાણી સલાયાના ગોઈંજથી આગમળ દરિયાને મળતું હોય, આ પાણીને રોકવા રૂ।. ૬૭ કરોડના ડેમનું આયોજન થયું છે. નદીઓના અલગ-અલગ વહેણને ધ્યાને રાખીને ૪૪૦, ૬૦૦ અને ૩૮૦ એમ ૧૫૦૦ મીટર લંબાઈના વેસ્ટ વીયર બનશે અને વેસ્ટ વીયરની વચ્ચેના ઊંડાણવાળા ભાગોને જોડવા માટે ૨૨૮૦ મીટરની લંબાઈના છ પાળાઓથી આ ડેમ બનશે જેની સપાટી ત્રણ મીટર એન પાળાની ટોચ ૪.૮૦ મીટરની બનશે. ન્યુ સલાયા બંધારા યોજના એ ખંભાળીયા તાલુકાને સિંચાઈ સગવડ માટે ભોટી ભેંટ છે. તાત્કાલિન પા.પુ. સિંચાઈ મંત્રી કુંવરજી બાવળીયાને ખંભાળીયાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી મૂળુભાઈ બેરા દ્વારા બાર ગામોને આ લાભ મળે તેવી યોજના મંજુર કરવા રજૂઆત કરાઈ હતી. ગોઈંજ ગામની વચ્ચેના રાજાશાહી કોઝવેથી ૭૫૦ મીટર ડાઉન સ્ટ્રીમમાં આ ડેમ બનશે તે તાલુકાને મોટી ભેટ છે તથા લાખો લીટર પાણી દરિયામાં જતુ અટકશે.
આ સિંચાઈ યોજનાથી લાભ થનારા જોઈએ તો ૨૩૦૦ હેકટર જમીનને આ બંધારા યોજના સિંચાઈનું પાણી પૂરૃં પાડી શકશે જેથી ખેડૂતોની આવકમાં વાર્ષિક ૬.૯૦ કરોડનો વધારો થશે જેથી ઉનાળામાં ટેન્કરનું પાણી નહીં લાવવામાં આવતા વાર્ષિક ૨.૯૬ કરોડનો ફાયદો થશે. આ ઉપરાંત આ બંધારા યોજનામાં ભરાનાર પાણીને ભૂગર્ભ તથા મીઠા પાણીનો સંગ્રહ થતાં ખારાશ આગળ વધતી અટકશે થેતી એક હજાર હેકટર જમીન ભારગ્રસ્ત ખારાશવાળી થઈ છે જે પણ સુધરી જશે અને ખેતી લાયક બનશે. આ ઉપરાંત ૧૪૦ હેકટર જમીનમાં મત્સ્ય પાલન થઈ શકશે તથા પાણીથી ઘાસચારો થતાં પશુપાલન પ્રવૃત્તિ પણ વધશે. મોટામાં મોટો ફાયદો એ છે કે આ યોજનામાં જોઈતી તમામ જમીન સરકારી ખરાબા, ગામતળ તથા પડતર વિભાગની મંજુરીમાંથી પણ મુક્તિ મળશે. આ યોજનાને કારણે સલાયા, ગોઈંજ, કોઠા વિસોત્રી, કુબેર વિસોત્રી સહિત બાર ગામોને ફાયદો થશે.
ગોઈંજ ગામનો મોટો પ્રશ્ન ઉકેલાયો
ઉલ્લેખનિય છે કે, ગોઈંજ ગામ પાસે રેકલેમેકશન પાળો બનાવવા છેક કેશુભાઈ પટેલની સરકાર હતી ત્યારથી ગામના અગ્રણીઓ સ્વ. વેણીલાલ હંસરાજ કચરા શાહ સમીરીયા અમેરિકા હમીરભાઈ રામભાઈ નંદાણીયા તથા ભાવેશ અમૃતાલ હરિયા જહેમત ઉઠાવતા હતા જેમની મદદે ખંભાળીયાના પત્રકાર હિતેન્દ્રભાઈ આચાર્ય આવ્યા હતા તથા જિલ્લા પંચાયતના સદસ્ય રહેલા અને હાલના ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીએ પણ મદદ કરી હતી તે ગોઈંજ ગામનો જમીન ખારાશ, પીવાના પાણી, ખેતીનો પાણીનો મોટો પ્રશ્ન હલ થઈ ગયો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial