Advertisement
Author: નોબત સમાચાર

ફોર્ટિફાઈડ ચોખા ખોરાકમાં લેવાથી આરોગ્ય પર થતા પ્રભાવના મૂલ્યાંકન અંગે અભ્યાસ થશે

આઈસીએમઆર-એનઆઈએન હૈદરાબાદની ટીમ દ્વારા

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૬: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફોર્ટિફાઈડ ચોખાના મૂલ્યાંકન માટે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ-નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ન્યુટ્રીશન હૈદરાબાદની ટીમ આવેલ છે.

જે ટીમ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઉપરાંત ભાણવડ તાલુકામાં તા. ૮-૬-ર૦ર૬ ના ફતેપુર, તા. ૯-૬-ર૦ર૬ ના ઢેબર, તા. ૧૦-૬-ર૦ર૬ ના કૃષ્ણગઢ, તા. ૧૧-૬-ર૦ર૬ ના ગુંદા, તા. ૧ર-૬-ર૦ર૬ ના વેરાડ, તા. ૧૩-૬-ર૦ર૬ ના ભાણવડ નગરપાલિકા વોર્ડ નં. ૧ માં તેમજ દ્વારકા તાલુકામાં તા. ૧૪-૬-ર૦ર૬ ના ગોરીંજા, તા. ૧પ-૬-ર૦ર૬ ના દ્વારકા નગરપાલિકાના વોર્ડ નં. ૧ અનેે તા. ૧૬-૬-ર૦ર૬ ના ઓખા નગરપાલિકાના વોર્ડ નં. પ તથા કલ્યાણપુર તાલુકામાં તા. ૧૭-૬-ર૦ર૬ ના વિરપુર લુસારી, તા. ૧૮-૬-ર૦ર૬ ના ડાંગરવડ, તા. ૧૯-૬-ર૦ર૬ ના દેવળિયા, તા. ર૦-૬-ર૦ર૬ ના ખાખરડા, તા. ર૧-૬-ર૦ર૬ ના ગુરગઢ અનેે તા. રર-૬-ર૦ર૬ ના રાવલ નગરપાલિકાના વોર્ડ નં. ૧, તેમજ ખંભાળિયા તાલુકામાં તા. ર૩-૬-ર૦ર૬ ના બેરાજા, તા. ર૪-૬-ર૦ર૬ ના ચારબારા, તા. રપ-૬-ર૦ર૬ ના રામનગર, તા. ર૬-૬-ર૦ર૬ ના તથિયા, તા. ર૭-૬-ર૦ર૬ ના વાડીનાર, તા. ર૮-૬-ર૦ર૬ ના સલાયા નગરપાલિકા વોર્ડ નં. ૧, તા. ર૯-૬-ર૦ર૬ ના સલાયા નગરપાલિકા વોર્ડ નં. ૭, તા. ૩૦-૬-ર૦ર૬ ના ખંભાળિયા નગરપાલિકા વોર્ડ નં. પ તથા તા. ૧-૭-ર૦ર૬ ના ખંભાળિયા નગરપાલિકા વોર્ડ નં. ર જેવા વિસ્તારોમાં નાગરિકો દ્વારા ફોર્ટિફાઈડ ચોખા ખોરાકમાં લેવાથી તેના આરોગ્ય પર થતા પ્રભાવના મૂલ્યાંકન અભ્યાસ માટે બ્લડ સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે, તો ઉપરોક્ત જિલ્લાના ગામોમાં આઈસીએમઆર-એનઆઈએન હૈદરાબાદની ટીમને સહયોગ આપવા જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh