Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં નવાનગર નેચર કલબ દ્વારા વિશ્વ પર્યાવરણ દિને યોજાયો રાજ્યકક્ષાનો સેમિનાર

પર્યાવરણ, પ્રદુષણ નિયંત્રણ અને સુરક્ષા કાયદાઓ અંગે અપાયુ માર્ગદર્શનઃ વૃક્ષારોપણ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: જામનગરમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નવાનગર નેચર કલબ દ્વારા પર્યાવરણ, પ્રદૂષણ નિયંત્રણ અને વન્યજીવ સુરક્ષા કાયદાઓ અંગે રાજ્યકક્ષાનો સેમિનાર યોજાયો હતો.

જામનગરની અગ્રણી પર્યાવરણપ્રેમી સંસ્થા નવાનગર નેચર ક્લબ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે તા. ૫ જૂન, ૨૦૨૬ના ટાઉન હોલ (સેલર), જામનગરમાં પર્યાવરણ, પ્રદૂષણ નિયંત્રણ અને વન્યજીવ સુરક્ષા કાયદાઓ અંગે વિશેષ રાજ્યકક્ષાના સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ  કાર્યક્રમમાં સમાજના વિવિધ ક્ષેત્રોના આગેવાનો, પર્યાવરણપ્રેમીઓ, વન્યજીવ તસ્વીરકારો, બર્ડ-એનિમલ-સ્નેક રેસ્ક્યુ સાથે સંકળાયેલા કાર્યકરો, વકીલો, એક્ટિવિસ્ટો તેમજ યુપીએસસી, જીપીએસસી અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ કાર્યક્રમમાં રાજ્ય સભાના સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના પ્રેસિડેન્ટ (કોર્પોરેટ અફેર્સ) પરિમલભાઈ નથવાણી, ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા, જામનગર મહાનગર પાલિકાના મેયર મોનિકાબેન વ્યાસ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધીરેનભાઈ મોનાણી, તેમજ મુખ્ય વન સંરક્ષક રાજા મણી વિશેષ ઉપસ્થિત રહૃાા હતા.

આ સેમિનાર દરમિયાન શ્રી પ્રતીક જોશી (એસીએફ) દ્વારા ફોરેસ્ટ કેન્વરઝેશન એકટ અને એનવાયમેન્ટ પ્રોટેકશન એકટ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જ્યારે શ્રી રોહિત વ્યાસ દ્વારા પર્યાવરણ, વન્યજીવન સંરક્ષણ અને પ્રદૂષણ નિયંત્રણ સંબંધિત કાયદાઓ અંગે વક્તવ્ય આપવામાં આવ્યું હતું. બંને વક્તાઓએ ઉપસ્થિત સહભાગીઓને કાયદાકીય જ્ઞાન સાથે વ્યવહારુ સમજ પણ પ્રદાન કરી હતી.

 કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ સંરક્ષણ, વન્યજીવ સુરક્ષા અને પ્રદૂષણ નિયંત્રણ જેવા વિષયો અંગે સમાજમાં જાગૃતિ લાવવાની આવશ્યકતા પર ભાર મૂકવામાં આવ્યો હતો. વક્તાઓએ પર્યાવરણની સુરક્ષા માત્ર સરકારની નહીં પરંતુ દરેક નાગરિકની સામૂહિક જવાબદારી હોવાનું જણાવ્યું હતું.

કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના ટ્રસ્ટી વનરાજસિંહ ચૌહાણ, મિતેષ બુદ્ધભટ્ટી,દિનેશભાઈ રબારી, પ્રવિણસિંહ જાડેજા,ઉમેશ થાનકી, સુભાષ ગંઢા, ધર્મેશ અજા, ધર્મેશ પટેલ, મનદિપસિંહ જાડેજા,ઉત્પલ દવે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સુંદર સંચાલન યુવરાજસિંહ સોઢા પીજીવીસીએલ દ્વારા કરવામાં આવ્યું હતું.

 આ કાર્યક્રમની સફળતા માટે હિતેશ પંડ્યા (ચૈતન્ય ચેરિટેબલ ટ્રસ્ટ), દીપાબેન પંડ્યા (આરોગ્ય ભારતી) તેમજ શ્રી જયેશ વાઘેલા (એનડીસી) એ જહેમત ઉઠાવી હતી. આ સેમિનાર મહાનુભાવો દ્વારા ટાઉન હોલના પટાંગણમાં વૃક્ષારોપણ કરાયું હતું.

નવાનગર નેચર ક્લબના પ્રમુખ વિજયસિંહ એ. જાડેજાએ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો, વક્તાઓ, સહયોગી સંસ્થાઓ અને સહભાગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં પણ પર્યાવરણ જાગૃતિ અને સંરક્ષણ માટે આવા લોકઉપયોગી કાર્યક્રમો સતત યોજાતા રહેશે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh