Advertisement
Author: નોબત સમાચાર

'નીટ' પેપર કૌભાંડના જવાબદારો સામે પગલા ભરવાની ઊઠતી માંગણી

શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાને આવેદનપત્ર પાઠવાયું:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: તાજેતરમાં 'નીટ'ની પરીક્ષાનું પેપરલીક થતા લાખો વિદ્યાર્થીનું ભવિષ્ય અંધકારમય બન્યું છે. આ મુદ્દે ત્રણ દિવસના ધરણાં પછી રાજ્યના શિક્ષણ મંત્રીને આવેદન પાઠવાયું હતું. સરકાર દ્વારા તાજેતરમાં 'નીટ'ની પરીક્ષા લેવાનું આયોજન થયું હતું, જેમાં પેપર ફૂટી જતા લાખો વિદ્યાર્થીઓની કારકિર્દી ઉપર ખતરો ઊભો થયો છે. દેશમાં ૧૭ થી ૧૮ પરીક્ષાર્થીઓએ તો આત્મહત્યા કરી લીધી છે. આ વિદ્યાર્થીના સ્વપ્નની હત્યા છે. આ મુદ્દે પૂર્વ કોર્પોરેટર રચનાબેન નંદાણિયા સહિતનાઓ દ્વારા ધરણાં કરવામાં આવ્યા હતાં, અને ત્રણ દિવસના ધરણાંના અંતે રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાને ઉદ્દેશીને લખાયેલ આવેદન પત્ર પાઠવાયું હતું અને આ પેપર કૌભાંડમાં સંડોવાયેલ જવાબદારો સામે પગલાં લેવા માંગ કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh